<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની ૧૯૭મી જન્‍મજયંતિ : પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પતા પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરો

 

રાજકોટ : આજ તા.૧૯ના રોજ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની ૧૯૭-મી જન્‍મજયંતિ પ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા મસ્‍તક નમન અને પ્રણામ કરવામાં આવેલ.  ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્‍મ કાશી (વારાણસી)માં થયો હતો. તેમનું નાનપણનું નામ મનિકર્ણિકા હતું. તેમના પિતાનું નામ મોરોપંત તાંબે હતું અને તેઓ એક મહારાષ્‍ટ્રીયન બ્રાહ્મણ હતા. તેમની માતા ભાગીરથીબાઈ એક સુસંસ્‍કળત, બુદ્ધિમાન અને ધાર્મિક મહિલા હતી. મનુને નાનપણમાં શાષાોની શિક્ષાની સાથે શષાોની શિક્ષા પણ મળી. તેમનો વિવાહ સને ૧૮૪૨માં ઝાંસીના રાજા ગંગાધર રાવ નિવાલકર ની સાથે થયો, અને તે રીતે તેઓ ઝાંસીની રાણી બન્‍યાં. વિવાહ પછી તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્‍યું. આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા, અલ્‍પાબેન દવે, આસી.કમિશનર વી.ડી.ઘોણીયા, મેનેજર કે.બી.ઉનાવા તથા સાંસ્‍કળતિક વિભાગના કર્મચારીઓ વગેરે ઉપસ્‍થિત રહી પુષ્‍પાંજલિ અર્પણ કરી મસ્‍તક નમન અને પ્રણામ કરેલ.

(2:12 PM IST)