તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
રાજકોટના આકાશમાં ૭ ડિસેમ્બરે પથરાશે ‘સૂર્યકિરણ'નું શોૈર્ય
ભારતીય વાયુસેનાના દિલધડક એર શો! માટે શહેર સજ્જ

રાજકોટઃ નવેમ્બર, રાજકોટના લોકોને વર્ષના અંત પહેલા, એટલે કે ૭ ડિસેમ્બરના રોજ એક અદભૂત અને સાહસિક હવાઈ - પ્રદર્શન (એર શો) જોવાનો મોકો મળશે. આ એર શોમાં ભારતીય વાયુસેનાની - પ્રખ્યાત ‘સૂર્યકિરણ' ટીમ દ્વારા રાજકોટના આકાશમાં અવનવા અને રોમાંચક સ્ટન્ટ રજૂ કરવામાં આવશે. તેમ એક અખબારી અહેવાલમાં જાણવા મળ્યું છે. સતાવાર સમર્થન મેળવાઇ રહ્યું છે.
આ એર શોનો મુખ્ય ઉદ્દેશ બાળકો અને યુવાનોને ભારતની સશસ્ત્ર સેનાઓ (આર્મી, નેવી, એરફોર્સ)માં જોડાવવા માટે -ેરણા આપવાનો છે. ૯ હોક (HOWK ) MK- 123 એકક્રાષ્ટ સાથે આકાશમાં ઉડાન ભરીને પાયલટ્સ એકસાથે વિવિધ ફોર્મેશન બનાવશે. જે જોઇને દર્શકોના શ્વાસ અધ્ધર થઇ જશે.
સૂર્ય કિરણ ટીમનો ગોૈરવંતો ઇતિહાસ
સ્થાપનાઃ૧૯૯૬માં ભારતીય વાયુસેનામાં આ એરોબેટિક્સ -દર્શન ટીમની સ્થાપના થઈ અને તેને ‘સૂર્યકિરણ' નામ આપવામાં આવ્યું.
વિમાનોઃ ટીમે શરૂઆત HT-16 કિરણ ફાઈટર જેટથી કરી હતી. વર્ષ ૨૦૧૫માં તેમાં હોક માર્ક M-132 જેટ વિમાન જોડાયું.
રેર્કોડ : સૂર્યકિરણ ટીમ વાયુસેનાના ૫૨મા સ્ક્વોડ્રનનો ભાગ છે, જેણે અત્યાર સુધીમાં ૯૦૦થી વધુ વખત નવ-એરક્રાફ્ટ ફોર્મેશનનું -દર્શન કર્યું છે. આ ટીમ દેશ-વિદેશમાં એર શોમાં ભાગ લે છે.
ટીમમાં કોણ હોય છે?
સૂર્યકિરણ ટીમમાં કુલ ૧૩ પાયલટ્સ હોય છે, જેમાંથી નવ ફાઇટર પાયલટ્સ એકસાથે ઉડાન ભરે છે. ટીમ માટે બેથી ત્રણ વર્ષના સમયગાળા માટે પાયલટ્સની પસંદગી થાય છે. આ તમામ પાયલટ્સ વિમાન ઉડાવવાનો સારો અનુભવ ધરાવતા લાયક ઉડાન -શિક્ષક (Flight Instructor) હોય છે.
ગુજરાતમાં સૂર્યકિરણનો દબદબો
સૂર્યકિરણ ટીમે આ પહેલા પણ ગુજરાતમાં શૌર્ય બતાવ્યું છે. જેમાં કેવડિયાના ખાતે ૩૧ ઓક્ટોબરે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી વખતે કેવડિયાના આકાશમાં ટીમે અદ્ભુત શૌર્ય -દર્શન કર્યું હતું. ઉપરાંત ૨૬ દિવસ પહેલાં મહેસાણામાં પણ ઇતિહાસમાં પહેલીવાર ‘સૂર્યકિરણ' એરોબેટિક એર શો યોજાયો હતો, જ્યાં વિમાનોએ ચોકસાઈના રંગો આકાશમાં પાથરી લોકોનાં દિલ જીતી લીધાં હતાં.
(2:16 PM IST)










