તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 19th November 2025
માધાપર ચોકડી પાસે ફર્નિચરના શો રૂમમાં વેપારી યુવાનની ગળાફાંસો ખાઇ આત્મહત્યા
પચ્ચીસ વર્ષિય હિતીકભાઇ પરમારે અકળ કારણોસર પગલુ ભરી લીધું: પરિવારમાં શોકની કાલીમાઃ ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ

રાજકોટ તા. ૧૯: શહેરના જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે આવેલા ફર્નિચરના શો રૂમમાં વેપારી યુવાને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. રેલનગરમાં રહેતાં પચ્ચીસ વર્ષના યુવા વેપારીના આ પગલા પાછળ કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.
જાણવા મળ્યા મુજબ રેલનગરમાં આવેલી રાજનગર સોસાયટીમાં રહેતાં હિતીકભાઇ રાજેશભાઇ પરમાર (ઉ.વ.૨૫) નામના યુવાને સાંજે માધાપર ચોકડી નજીક પરાગ પાનવાળી શેરીમાં આરકે ડેકોર ફર્નિચર ખાતે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજતાં હોસ્પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇમકવાણા, રવિભાઇ, ધર્મેન્દ્રભાઇ, પ્રતાપભાઇ સહિતે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. મયુરસિંહ જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ હિતીકભાઇ પરમાર આ શો રૂમ પોતે સંભાળતાં હતાં. સાંજે તેણે કોઇપણ કારણોસર આ પગલુ ભરી લીધુ હતું.
હાલ પરિવારજનો કારણ જાણતાં ન હોઇ અંતિમવિધી બાદ વિશેષ નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. આ બનાવને પગલે પરમાર પરિવારમાં શોક છવાઇ ગયો છે.
(2:44 PM IST)










