<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

સરદાર વલ્લભભાઇ પટેલ જન્‍મજયંતિ અંતર્ગત શહેર ભાજપ દ્વારા પૂષ્‍પાંજલિ અર્પણ

રાજકોટઃ અખંડ ભારતના સ્‍વપ્નદ્રષ્ટા અન ેસ્‍વતંત્ર ભારતના એકીકરણનું નેતત્‍ળવ કરનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્‍મજયંતિ અંતર્ગત શહેર ભાજપ દ્વારા બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતે તેમની પ્રતિમાને શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવભાઈ દવેની અધ્‍યક્ષતામાં પુષ્‍પાંજલી કરવામાં આવેલ હતી.

રાજકોટ શહેરની વિધાનસભામાં તેમના ધારાસભ્‍યની આગેવાનીમાં એકતા પદયાત્રા કાઢવામાં આવેલ હતી. જેમાં રાજકોટ શહેર વિધાનસભા-૭૦ ના ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળાની માર્ગદર્શન હેઠળ વિધાનસભા-૭૦ ના ઈન્‍ચાર્જ ડૉ. રીંકલ મેઘાણી, કેતન વાછાણી અને મહેશ મિયાત્રાના સંકલન દ્વારા વોર્ડ નં.૭ નપ્રમુખ વિશાલ માંડલીયાની આગેવાનીમાં કોઠારીયા નાકાથી એકતા પદયાત્રા શરૂ કરી કિશોરસિંહજી સ્‍કૂલ, રામજી મંદિર, સ્‍વામીનારાયણ મંદિર, આશાપુરા માતાજી મંદિર, પેલેસ રોડ, કેનાલ રોડ, કેવડાવાડી મેઇન રોડ, પવન પુત્ર ચોક, સોરઠિયા વાડી સર્કલ, માસ્‍તર સોસાયટી મેઇન રોડ, પારડી રોડ કોર્પોરેશન કોમ્‍યુનિટી હૉલ તેમજ આ પદયાત્રાને આગળ ધપાવવા માટે વોર્ડ નં. ૧૩ નાપ્રમુખ સંદિપ અંબાસણા અને ભરતભાઈ સવસેટા દ્વારા કોર્પોરેશન કોમ્‍યુનિટી હૉલથી પારડી રોડ, સાધના મેઇન રોડ, ભારતીનગર મેઇન રોડ, સુભાષનગર સુખનાથ મંદિર, પારડી રોડ, પીપડીયા હૉલ ચોક, સહકાર મેઇન રોડ થી પી.ડી.એમ. ફાટક સ્‍વામિનારાયણ ચોક, ખાદી ભવન, આનંદ બંગલા ચોક, ફાયર બ્રિગેડ, અલ્‍કા નો બગીચો, સરદાર ભવન, માયાણી ચોક, બેકબોન ચોક પૂર્ણ ખાતે પૂર્ણ કરવામાં આવેલ હતી.

આ પદયાત્રાનું આશાપુરા મંદિર પાસે સોની સમાજ, ક્ષત્રિય સમાજ દ્વારા  લક્ષ્મીવાડી હવેલી પાસે આહિર સમાજ, કોળી સમાજ દ્વારા  પદ્મકુંવરબા હોસ્‍પિટલ પાસે તેમના આરોગ્‍ય સ્‍ટાફ દ્વારા, ભકિતનગર સર્કલ ખાતે શાપર વેરાવળ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોશીએશન દ્વારા, પટેલવાડી વાણીયાવાડી ખાતે લેઉવા પટેલ સમાજ દ્વારા તેમજ ભારત વિકાસ પરીષદ, સરસ્‍વતી સ્‍કુલ શુભમ સ્‍કુલ, સહકાર સોસાયટી, નારાયણ નગર આરોગ્‍ય કેન્‍દ્ર, સર્વોદય સ્‍કુલ, શ્‍યામ ગ્રુપ દ્વારા સ્‍વામીનારાયણ ચોક, આનંદ બંગલા પાસે ફાલ્‍કન ગ્રુપ દ્વારા, ખોડલધામ ટ્રસ્‍ટ દ્વારા માલવીયા ફાયર બ્રીગેડ પાસે, અને આ સાથે યુનિવર્સલ સ્‍કુલ, જય સરદાર યુવા ગ્રુપ દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવેલ હતું

આ પદયાત્રામાં વિધાનસભાના પૂર્વ પ્રવકતા અને પૂર્વ ધારાસભ્‍ય ભરતભાઈ પંડયાની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી.

આ કાર્યક્રમમાં રાજ્‍યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, પ્રદેશ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઈ બોઘરા,કર્ણાટકના પૂર્વ   રાજ્‍યપાલ વજુભાઈ વાળા, પૂર્વ  સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર પ્રમુખ ડૉ. માધવદવે, ધારાસભ્‍યો ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા,મેયર નયનાબેન પેઢડીયા, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, ડે. મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંંગ કમીટી ચેરમેન જયમીન ઠાકર, દંડક નેતા મનીષ રાડીયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, પ ૂર્વ પ્રમુખ મુકેશભાઇ દોશી, કમલેશભાઈ મીરાણી, પૂર્વ   ધારાસભ્‍ય લાખાભાઈસાગઠીયા, અરવિંદભાઇ રૈયાણી, ગો વિંદભાઈ પટેલ, શિક્ષણ સમિતી ચેરમેન વિક્રમભાઈ પુજારા, કચ્‍છ પ્રભારી કશ્‍યપભાઈ શુકલ, તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા  હતા. 

(3:19 PM IST)