તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
રાજકોટના સંગીતપ્રેમીઓ યાદ રાખે તેવી જમાવટ કરીશુઃ સચેત- પરંપરા
સચિત-પરંપરા સુર રેલાવશેઃ શહેરીજનોને થીરકાવવા આતુર : મ્યુનિ.કોર્પોરેશનના સ્થાપના દિનની ઉજવણી નિમિતે સાંજે ૮:૩૦ કલાકે રેસકોર્ષ ખાતે બોલીવુડ મ્યુઝીકલ નાઇટ : કાલભૈરવના સ્તોત્રથી સંગીત સંધ્યાનો પ્રારંભઃ રામ સીયારામ, હર હર મહાદેવ શંભુ સહિતના ગીતોથી ફુલગુલાબી ઠંડીમાં બોલીવુડના ગાયક શહેરીજનોને ડોલાવવા આતુર

રાજકોટઃ મનપાના આજે પર માં સ્થાપના દિવસ નિમિતે રાત્રે ૮:૩૦ કલાકથી રેસકોર્ષ ખાતે બોલીવુડ મ્યુઝીકલ નાઇટમાં પ્રખ્યાત ગાયક સચીત-પરંપરા શહેરીજનોને પોતાના ગીતોથી નીહાળવા મજબૂર કરશે. ત્યારે મનપા દ્વારા કાર્યક્રમની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સીંગર સચીત-પરંપરા, મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે. ચેરમેન જયમીન ઠાકર, નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઇ રાડીયા તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ માહિતી આપી હતી.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ, તા. ૧૯: મહાનગરપાલિકા પોતાની સ્થાપનાની ૫૨-મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે શહેર માટે વિશેષ સાંસ્કળતિક ભેટ તરીકે એક અનોખું સંગીતમય મહેફિલનું આયોજન કરી રહી છે.
તા.૧૯ બુધવાર, રાત્રે ૮:૦૦ વાગ્યે, કવિ શ્રી રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર સચેત-પરંપરાનું લાઈવ કન્સર્ટ ‘બોલીવૂડ મ્યુઝિકલ નાઈટ' યોજાશે. જે અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી.
પત્રકાર પરિષદમાં સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર સચેત-પરંપરાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા શહેરજનો માટે સાંસ્કળતિક અને મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરીને શહેરની પ્રગતિમય સફરને ઉજવે છે. આજે સાંજે સૌ શહેરીજનો પધારો અને આજની નાઈટને સંગીતમય બનાવવા વિશ્વાસ વ્યકત કર્યો હતો. વધુમાશ્રી સચીત-પરંપરાએ જણાવ્યુ હતુ કે, રાજકોટ કદી ભુલી નહિ શકે તેવી જમાવટ કરી સવાયુ આપવા પ્રયત્ન કરશુઁ. સાંભળ્યુ છે રાજકોટના લોકો સંગીત પ્રેમી છે.
અહીં બધા ગીત સ્વીકાર્ય છે. આજના લાઇવ કન્સર્ટ બોલીવુડમ્યુઝીકલ નાઇટનો કાલ ભૈરવનાસ્ત્રોતથી પ્રારંભ કરીશું અને રામ સીયારામ સહિતના બોલીવુડ ગીતોની રમઝટ બોલાવશું.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા શહેરીજનોને આ સુપ્રસિદ્ધ બોલિવુડ સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત ભવ્ય ૅબોલિવુડ મ્યુઝિકલ નાઈટૅમાં યોજાનાર મેયર એવોર્ડ કાર્યક્રમ માણવા હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.
ગુજરાતી ભાષા મીઠી અને લોકો પણ પ્રેમાળ
હાંડવો, જલેબી, ગાંઠિયા સહિત કાઠીયાવાડી વ્યંજનોનો સ્વાદ માણ્યોઃ અમારી ટીમ ગુજરાતી કલાકારોની જ છે
રાજકોટઃ મનપા દ્વારા આજે સાંજે યોજાનાર બોલીવુડ નાઇટના કલાકારો બોલીવુડ સીંગર સચેત- પરંપરાએ દિલ ખોલીને મિડીયા સાથે વાતચીત કરી હતી. બંન્નેએ જણાવેલ કે ગુજરાતી ભાષા મીઠી અને લોકો પ્રેમાળ છે. અમારી ટીમ ગુજરાતી કલાકારોથી જ ભરેલી છે. ઉપરાંત કાઠીયાવાડી પરંપરાથી આગતા- સ્વાગતા કરાતા બન્ને કલાકારોએ હર્ષ અનુભવ્યો હતો. સચેત અને પરંપરાને નાસ્તામાં હાંડવો, જલેબી, ગાંઠીયા સહિતની રાજકોટની વખણાતી વાનગીઓ પિરસવામાં આવી હતી. બન્નેએ કાઠીયાવાડી વાનગીઓનો ભરપૂર આસ્વાદ માણ્યો હતો.
બોલીવુડ સિંગરના સુપ્રસિધ્ધ ગીતો
* રામ સિયારામ સિયારામ જય જય રામ...
* ચુરા લિયા હૈ...
* તુ મેરી જિંદગી...
* દિવાની...
* બેખયાલી...
* ઓમાઇયા મેનુ યાદ આવે...
* જા રાંઝણ રાંઝણ...
* મેરે સોનિયા...
(3:21 PM IST)










