<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

વોર્ડ નં.૪ની સોસાયટીઓમાં જન ભાગીદારી યોજના હેઠળ પેવીંગ બ્‍લોક પથરાશે : ખાતમુહૂર્ત

રાજકોટઃ  મહાનગરપાલિકા દ્વારા  વોર્ડ નં.૪માં ૧) એક્‍શન પ્‍લાન પેવર (૧.૬૬ કરોડ) SJMMSVY, ૨) શિવરંજની સોસાયટીના કોમન પ્‍લોટમાં પેવિંગ બ્‍લૉક નાખવાનું કામ (રકમ રૂ.૧૧.૯૪ લાખ), ૩) તુલસીપાર્કના કોમન પ્‍લોટમાં પેવિંગ બ્‍લૉક નાખવાનું કામ (રકમ રૂ.૨.૩૬ લાખ), ૪) વળંદાવન સોસાયટીના કોમન પ્‍લોટમાં પેવિંગ બ્‍લૉક નાખવાનું કામ (રકમ રૂ.૩.૭૧ લાખ), ૫) શ્રીનાથદ્વારાના કોમન પ્‍લોટમાં પેવિંગ બ્‍લૉક નાખવાનું કામ (રકમ રૂ.૫.૪૩ લાખ), ૬) ઇન્‍દ્રપ્રસ્‍થ સોસાયટીના કોમન પ્‍લોટમાં પેવિંગ બ્‍લૉક નાખવાના કામનું (રકમ રૂ.૧૪.૧૬ લાખ) ખાતમુહૂર્ત વિધાનસભા-૬૮ના ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડના હસ્‍તે કરવામાં આવ્‍યુ.

આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વોર્ડ નં.૪ કોર્પોરેટર અને કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉધરેજા, રોશની સમિતિ ચેરમેન કાળુભાઈ કુગસીયા, કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, વોર્ડ પ્રભારી જે.ડી.ભાખર, વોર્ડ પ્રમુખ કાનાભાઈ ડંડૈયા, મહામંત્રી ભરતભાઈ લીંબાસીયા, દિલીપભાઈ બોરીચા, ચંદુભાઈ ભંડેરી, રાજેશ્રીબેન માલવીયા, વિપુલભાઈ પટેલ, જ્‍યોતિબેન જાદવ, મુકેશભાઈ સોરઠીયા, જનકભાઈ કુગસીયા, કલ્‍પેશભાઈ ડાંગર, રામદેવભાઈ ભેસારીયા, રસિકભાઈ પટેલ, નવીનભાઈ રાજયગુરૂ, હિતેશભાઈ ગોહેલ, કાનાભાઈ ઉઘરેજા, એન.જી.પરમાર, સંજયભાઈ ઉઘરેજા, મલ્‍કેશભાઈ પરમાર, સુરેશભાઈ બાવરીયા, જેસિંગભાઈ રાઠોડ, વાલજીભાઈ મકવાણા, જેન્‍તીભાઈ જીંજરીયા, રાજેશભાઈ ફિચડીયા, ચનાભાઈ ભરવાડ, ભવનભાઈ પરમાર, કુંદનબેન બોડા, રંજનબેન જીંજરીયા, શોભનાબેન બાવરીયા, મીનાબેન મકવાણા, રંજનબેન વસાણી, હેમંતભાઈ બાબરીયા, રાજુભાઈ ફિચડીયા, રફિકભાઈ વઢારૂ તેમજ વિવિધ સોસાયટીઓના વિસ્‍તારવાસીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ.  

(3:23 PM IST)