News of Wednesday, 19th November 2025
સરદાર પટેલની જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત પદયાત્રા યોજાઇ
બાળકો વિવિધ વેશભુષામાં જોડાયા : વિવિધ સમાજના આગેવાનો, સેવા સંસ્થાના પ્રતિનિધિઓની મોટી સંખ્યામાં હાજરી

રાજકોટ : દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત રાજકોટ શહેર ૬૮- વિધાનસભા વિસ્તારની પદયાત્રાનું આયોજન કરાયુ હતુ. મોરબી રોડ જકાત નાકાથી પ્રારંભ થયેલ આ પદયાત્રામાં શહેરના સાંસદ પરશોતમભાઈ રૂપાલા, ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડો દર્શીતાબેન શાહ, પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબાશીયા, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા, સરદાર ૧૫૦ યાત્રાના વિધાનસભા-૬૮ના ઈન્ચાર્જ વલ્લભભાઈ દુધાત્રા, રમેશભાઈ પરમાર, કિશોરભાઈ રાઠોડ, શહેર ભાજપ ઉપપ્રમુખ પુજાબેન પટેલ, મંત્રી ભગવતીબેન ધરોડીયા, નયનાબેન માલી સહિતના અગ્રણીઓ સાથે જોડાયા હતા. આ પદયાત્રામાં વિધાનસભા-૬૮ના પાર્ટીના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, વોર્ડના કોર્પોરેટરો, વોર્ડપ્રમુખ-પ્રભારી, મહામંત્રીઓ, સાથે યુવાનો, વડીલો, દરેક સમાજના શ્રેષ્ઠીઓ, સામાજિક, સેવાકીય, શૈક્ષણિક સંસ્થાઓના આગેવાનોએ, વિધાનસભા-૬૮ ભાજપ પરિવારએ એકસાથે ચાલીને સરદાર સાહેબના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત' સ્વપ્નને સાકાર કરવાનો સંકલ્પ લઈ એક્તાનો સૂર રેલાવ્યો હતો.
આ તકે રંગારંગ સાંસ્કળતિક કાર્યક્રમ, દેશભક્તિના ગીતો, સરદાર પટેલના દેશ પ્રત્યેના યોગદાનનું સ્મરણ કરી, એકતાના શપથ લેવડાવાયા હતા. કાર્યક્રમના પ્રારંભે મંચસ્થ અગ્રણીઓએ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલી અર્પણ કરી શત શત નમન કર્યા હતા. મોરબી રોડ જકાતનાકાથી પ્રારંભ થયેલ આ પદયાત્રા ધોળકીયા સ્કુલ-ડી માર્ટ ચોક કુવાડવા રોડ-સેટેલાઈટ ચોક, પેડક રોડ-બાલક હનુમાન ચોક,-જલગંગા ચોક, સંત કબીર રોડ થઈને ભાવનરોડ રોડ કોર્નર-પટેલ વાડી પાસે સમાપન થયેલ હતી. આ પદયાત્રામાં વિવિધ સમાજના આગેવાનો, વિવિધ સેવા સંસ્થાના પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા. તેમજ શાળાના બાળકોએ વીર શહીદો અને વીર સૈનિકોની વેશભૂષા ધારણ કરી આ પદયાત્રામાં અનોખો ઉર્જાષાોત ઉમેર્યો હતો. અને આ ઝાંખીઓએ દેશના વીર સૈનિકોના બલિદાન અને શોર્યને ફરી એકવાર જીવંત કરી બતાવ્યા હતા. સાથોસાથ દેશપ્રેમથી તરબતર થતા દેશભક્તિના ગીતો, તીરંગા, બેન્ડ, ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાઓએ ખરા અર્થમા આ પદયાત્રાને એકતા, શકિત અને સંકલ્પનું પ્રતિક બનાવી હતી. પદયાત્રાનું સમગ્ર રૂટ પર વિવિધ સમાજ ધ્વારા પુષ્પવર્ષાથી સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું હતું. અંતમાં ધારાસભ્ય ઉદય કાનગડએ ‘સરદાર ૧૫૦ યુનિટી માર્ચ' અંતર્ગત પદયાત્રામાં ઉપસ્થિત રહીને ભવ્યાતિભવ્ય રીતે સફળ બનાવવા બદલ તમામ આગેવાનો, તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, સમગ્ર વિધાનસભા-૬૮ પરિવાર, સામાજિક આગેવાનો, શહેરીજનોનો આભાર વ્યકત કરેલ હતો.
(3:28 PM IST)










