તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
હૃદય બંધ પડી જવાથી ૩૭ વર્ષના વિજયભાઇ અને ૪૯ વર્ષના નયનાબેનના મૃત્યુ થયા
ગંજીવાડા અને મેહુલનગરના દેસાણી તથા ફીચડીયા પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૯: હૃદય રોગના હુમલાની બે અલગ અલગ ઘટનામાં વધુ બે લોકોના મૃત્યુ થયા છે. જેમાં ૩૭ વર્ષના યુવાન અને ૪૯ વર્ષના મહિલાનો સમાવેશ થાય છે.
ગંજીવાડા શેરી નં. ૪૩માં રહેતો વિજયભાઇ ધરમદાસ દેસાણી (ઉ.વ.૩૭) નામનો યુવાન સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયલ. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇગયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર વિજયભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવતો હતો. તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું.
બીજા બનાવમાં કોઠારીયા રોડ મેહુલનગર-૫ કસ્તુરી એપાર્ટમેન્ટ-૩૦૨માં રહેતાં નયનાબેન ઘનશ્યામભાઇ ફીચડીયા (ઉ.વ.૪૯)ને સાંજે છાતીમાં દુઃખાવો થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેમને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પતિ સોની કામ કરી ગુજરાન ચલાવે છે. હાર્ટએટેક આવી ગયાનું સ્વજને જણાવ્યું હતું. બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા અને ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.
(4:07 PM IST)










