તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
રેલનગરમાં બે મકાન અને ટ્રાન્સપોર્ટનગરમાં જુગાર રમતા ૧૯ ઝડપાયાઃ રૂા.૪૩ હજારની રોકડ કબ્જે
ડીસીપી ઝોન-રની એલસીબી, પ્ર નગર અને આજીડેમ પોલીસનો દરોડો

રાજકોટ તા.૧૯: શહેરના રેલનગરમાં આવેલા બે મકાનમાં અને ટ્રાન્સપોર્ટનગરમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ૧૯ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ રેલનગરમાં અમી રેસીડેન્સીમાં બ્લોક નં.૪૪ નંબરના મકાનમાં ડીસીપી ઝોન-રની એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક અશોકસિંહ ખુમાનસિંહ જાડેજા, ભગવતીપરા, સમન્વય હાઇટસ ફલેટ નં.૪૦૩ના સેૈફુદીન મહંમદભાઇ ભારમલ, ૮૦ ફુટ રોડ પર આજીવસાહત પાસે ખોડીયારપરાના રાવત કરશનભાઇ ડવ, કેવડાવાડી શેરી નં.ર/૨૦ના ભાવેશ જેન્તીભાઇ જોબનપુત્રા, આસ્થા સાંગરીલા સોસાયટીના પ્રકાશ ગાંડાલાલભાઇ મહેતા, પેલેસ રોડ જયરાજ પ્લોટ ૩/૧૧ રાજેશ કિશોરભાઇ વાગડીયા અને કાલાવડના ખંઢેરગામના વિરેન્દ્રસિંહ કાળુભા જાડેજા ને પકડી લઇ રૂા. ૨૫.૨૬૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી આ કામગીરી પી.એસ.આઇ. આર.એચ. ઝાલા, હેડ કોન્સ. રાહુલભાઇ ગોહેલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકિતભાઇ નીમાવત, અનીલભાઇ જીલરીયા, કોન્સ. અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરા, દ્વારા કરવામાં આવી હતી.
જયારે બીજા દરોડામાં બાતમીના આધારે રેલનગરમાં તથ્ય બંગ્લોઝ બ્લોક નં. ૨માં મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાનમાલીક નંદાબને સુધીરકુમાર ગાવડે, કુવાડવારોડ પર ઉદ્યમસિંહ ટાઉનશિપ વીંગએ બ્લોક નં. ૭૦૨ના નીમુબેન ભાણજીભાઇ કોરીયા, બ્લોક નં. ૭૦૩ના શબાનાબેન અદ્રેમાનભાઇ શિરમમાન, મોરબીરોડ ગણેશનગર શેરી નં. ૧ના અનીલ રામજીભાઇ પરમાર અને ભગવતીપરા શેરી તં. ૨૨ના વીનુ દેવજીભાઇ ચોૈહાણને પકડી લઇ રૂા. ૧૨,૫૦૦ની રોકડ તથા ચાર મોબાઇલ સહિત રૂા. ૩૭૫૦૦ ની માલમતા કબ્જે કરી હતી.
જયારે ત્રીજા દરોડામા આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ, એચ.જે. સોલંકી તથા કોન્સ મનસુખભાઇ ધોરીયા સહિતના સટાફે સાગરનગરની સામે ટ્રાન્સપોર્ટનગરમાં ખટારા સ્ટેન્ડમાં દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગારરમતા માર્કેટીંગ યાર્ડ મચ્છાનગર શેરી નં. ૨૭ના વનરાજ લઘરાભાઇ ખટાણા, ખટારા સ્ટેન્ડ પાસે ટ્રાન્સપોર્ટની ઓફીસમાં રહેતો નારણસિંહ ગંભીરસિંહ વાઘેલા, પ્રવિણ સામતભાઇ સાંબડ, મચ્છાનગર શેરી નં.૩ના રઘુ ધારાભાઇ મુંધવા અને સાગરનગર શેરી નં. ૫ના રવી નાગજીભાઇ મકવાણાને પકડી લઇ રૂા. ૫,૪૫ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.
(3:36 PM IST)










