<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

વોર્ડ નં.૧૮ની શ્રમજીવી તથા પંચનાથ રીયલ હોમ સોસાયટીમાં ડામર મઢાશે

 

રાજકોટઃ  મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૮માં શ્રમજીવી સોસાયટી તથા પંચનાથ રીયલ હોમ સોસાયટીમાં ડામર કરવાના કામનું ખાતમુહૂર્ત વોર્ડના કોર્પોરેટરોના હસ્તે કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, દક્ષાબેન વાઘેલા, પ્રમુખ અનિલભાઈ દોંગા, મહામંત્રી મીતેશભાઇ બોરીચા, મુન્નાભાઈ જોગરાણા, મનસુખભાઈ ઠુંમર, નીલેશભાઈ મુંગરા, દીપક ટાંક, સાગર કાચા, મુકેશભાઈ કવલ, દેવાયતભાઈ ડાંગર, દિનેશભાઈ કિડીયા, નટુભાઈ વાઘેલા, પંકજભાઈ દોંગા, બ્રિજેશ ગઢીયા, નીલેશ વિરડીયા, ધર્મેશભાઈ કિહોર, હિમાંશુભાઈ રાજયગુરૂ, મોહિત મહેતા, રાજુભાઈ ગઢવી, શંકરભાઈ પટેલ, બાબુભાઈ મકવાણા, ભારતીબેન ગજેરા, આશાબેન ગોહેલ, પ્રભાબેન સવાસડીયા તેમજ વિસ્તારવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. 

(4:04 PM IST)