<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

કાલે મનપાનું જનરલ બોર્ડ : લાં..બા સમય બાદ કોંગ્રેસનો પ્રથમ પ્રશ્‍ન

વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠિયાના પ્રશ્‍નથી ચર્ચાનો થશે પ્રારંભ : ભાજપના સામાન્‍ય સવાલોઃ ભાજપના ૧ર નગરસેવકોના ૧૭ તથા કોંગ્રેસના ૩ કોર્પોરેટરના ૦૮ સહિત કુલ રપ પ્રશ્‍નો રજૂ કર્યા

રાજકોટ તા. ૧૯:મ્‍યુનિ. કોર્પોરેશનની દ્વિમાસીક સામાન્‍ય સભા આવતીકાલે તા. ર૦ ના ગુરૂવારે સવારે ૧૧ કલાકે યોજાશે. આ બોર્ડમાં લાંબા સમય બાદ કોંગ્રેસના સભ્‍યો પ્રથમ પ્રશ્ન છે. જયારે ભાજપના નગરસેવકોએ ફુડ શાખાની કામગીરી, પ્‍લોટ ભાડે આપવાની પોલીસી, સ્‍પીડ બ્રેકર વગેરે સામાન્‍ય પ્રશ્ન રજૂ કર્યા છે.

કાલે મળનાર સભામાં ભાજપ અને કોંગ્રેસના ૧પ નગરસેવકો દ્વારા રપ પ્રશ્ન રજૂ કરવામાં આવ્‍યા છે. આ બોર્ડમાં કુલ ૧પ કોર્પોરેટરોએ પ્રશ્નો મુકયા હતાં. જેનો ચિઠ્ઠી ખેંચીને ડ્રો કરવામાં આવતા વોર્ડ નં. ૧પ ના કોર્પોરેટર વશરાભાઇ સાગઠિયાના પ્રથમ પ્રશ્ન  (૧) રાજકોટમાં આર્કિટેકશન પ્રોજેક્‍ટ (ફલાવર બેડ) ના કારણે B.U.C. (કમ્‍પ્‍લીસન) સર્ટિફિકેટ અટકાવાયા હોય તેવા બિલ્‍ડીંગ પ્રોજેક્‍ટ ની કુલ સંખ્‍યા કેટલી છે જેની સંપૂર્ણ વિગતો વોર્ડ વાઇજ અને વિસ્‍તાર તેમજ બિલ્‍ડીંગ પ્રોજેક્‍ટ ના નામ સાથે જણાવશો ફલાવર બેડ વાળા બિલ્‍ડીંગ રેગ્‍યુલરાઈઝ કરવા ની કાર્યવાહી કરવા શહેરી વિકાસ વિભાગે તારીખ ૧૮ ઓકટોર ના રોજ હુકમ કર્યો હોવા છતાં આ અંગેની કામગીરી તારીખ ૧૧ -૧૧- ૨૫ સુધી શા માટે શરૂ કરવામાં આવી નથી તેની સંપૂર્ણ વિગતો આપશો   તદઉપરાંત આ કામગીરી કયારે શરૂ થશે અને તે માટે ટાઉન પ્‍લાનિંગ બ્રાન્‍ચમાં શુ વ્‍યવસ્‍થા નિર્માણ કરેલ છે તે પણ જણાવશો? અને જો  નિર્માણ ન કરાય હોય તો શા માટે નિર્માણ કરાય નથી તેની સંપૂર્ણ વિગતો આપશો

(૨) રાજકોટની હદ માં નવા ગામો ભર્યા બાદ રાજકોટ શહેરની હદ કયાં સુધી વિસ્‍તરી છે? પૂર્વ પヘમિ ઉત્તર અને દક્ષિણ દિશામાં રાજકોટની હદ કયાં સુધી આવે છે? તેની સંપૂર્ણ વિગતો  માઇલ સ્‍ટોન સાથે જણાવશો. જ્‍યાં હદ પુરી થાય છે ત્‍યાં હદ પુરી થવા અંગેના સાઈનબોર્ડ શા માટે મૂકવામાં આવ્‍યા નથી?  

(૩) છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટના કેટલા રસ્‍તા કયા કારણોસર કઈ કઈ એજન્‍સી દ્વારા ખોદકામ કરવામાં આવ્‍યા રસ્‍તા ખોદકામ કરતી વખતે મંજૂરી લેવાનો નિયમ શું છે? કેટલા ખોદ કામ મંજૂરી લઈને તેમજ રસ્‍તા રીપેરીંગ ની ડિપોઝિટ ચૂકવીને કરવામાં આવ્‍યા? છેલ્લા પાંચ વર્ષમાં ખોદકામ કરાવી લીધા તે રસ્‍તા થી મહાનગરપાલિકાની તિજોરી ને કેટલો આર્થિક ખર્ચ થયો? જેની સંપૂર્ણ વિગતો વોર્ડ વાઈઝ આપવી સહિતના પ્રશ્નથી પ્રારંભ થશે.

(4:06 PM IST)