તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
શહેરના વિવિધ ક્ષેત્રના ૧૧ મહાનુભાવોને સાંજે એનાયત થશે મેયર એવોર્ડ
શીવલાલભાઇ આદ્રોજા, પારસભાઇ મોદી, ભરતભાઇ સુરેજા, ભરતભાઇ યાજ્ઞીક, ડો.લલીત ત્રિવેદી, નેહાબેન ઠાકર, ડો.અનામીક શાહ, ગીજુભાઇ ભરાડ, મનસુખભાઇ વસોયા, જયેશ ઉપાધ્યાય, દિલીપભાઇ ત્રિવેદી સહીતનાનું બોલીવુડ મ્યુઝીકલ નાઇટ દરમિયાન સન્માનીત થશે

રાજકોટ તા. ૧૯ : મહાનગરપાલિકા દ્વારા આજ તા.૧૯/ના કવિ રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર શહેરના મહાનુભાવોને પ્રતિષ્ઠિત ‘મેયર એવોર્ડ' એનાયત કરવામાં આવશે.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજ તા.૧૯/૧૧/૨૦૨૫, બુધવારના રોજ રાત્રે ૮.૦૦ કલાકે કવિ રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર શહેરના મહાનુભાવોને પ્રતિષ્ઠિત ‘મેયર એવોર્ડ' મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાનેથી એનાયત કરવામાં આવશે.
શિવલાલભાઈ આદ્રોજા (ઉદ્યોગપતિ)
મારો ઉદ્યોગસાહસિક પ્રવાસ વર્ષ ૧૯૮૭માં શરૂ થયો, જ્યારે હું મારા જન્મસ્થળ મોરબીમાંથી રાજકોટ આવ્યો. ઈજનેરી અને મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં કંઈક અર્થપૂર્ણ અને મહત્વપૂર્ણ સર્જવાની દ્રષ્ટિ સાથે હું આગળ વધ્યો હતા. મહેનત, ઈમાનદારી અને નવીનતામાં વિશ્વાસ રાખીને, મે રાજકોટના અટિકા વિસ્તારમાં એક નાની મોટર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપી - અને તેનું નામ આપ્યું ૅએન્જલ મોટર્સ. તેમ ઉદ્યોગપતિ શિવલાલભાઇ આદ્રોજાએ જણાવ્યું હતું.
પારસભાઈ મોદી (જીવદયાપ્રેમી)
જીવદયા ગ્રુપ અને બાપા સીતારામ ગૌ સેવા મંડળના હેઠળ વર્ષમાં એક વખત રાજકોટ શહેરની આજુબાજુ ની ગૌશાળાઓ તથા પાંજરાપોળમાં દાતાઓનાં સહયોગથી ઘાસચારો અર્પણ કરીએ છીએ.
સરકારની આશીર્વાદ સ્વરૂપમાં અમળતમ કાર્ડ યોજનાના જરૂરિયાત મંદો માટે નાં ૪ કેમ્પ આયોજિત કરવા માટે કોર્પોરેટરશ્રીનાં માર્ગદર્શન હેઠળ કાર્ય કરેલ છે.
૧૪ જાન્યુઆરી એ અબોલ જીવો માટે સેવા કરતી સંસ્થાઓ જેવી કે રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન, બાપાસીતારામ ગૌ સેવા મંડળ, જનસેવા ટ્રસ્ટ, કલરવ ગ્રુપ વગેરે માટે અનુદાન એકઠું કરવા માટે સેવાઓ આપીએ છીએ.
ભરતભાઈ સુરેજા (પર્યાવરણપ્રેમી)
નેચર એન્ડ એડવેન્ચર કલબ, રાજકોટ ૧૯૮૩ માં ૨જીસ્ટર થયેલ સંસ્થા છે. જેઓ પ્રાકળતિક અને પર્યાવરણીય પ્રવળત્તિ સાથે ભરતભાઈ બાવનજીભાઈ સુરેજા શરૂઆતથી આ સંસ્થા સાથે જોડાયેલ છે તથા વર્ષ ૨૦૧૨ થી ભરતભાઈ બાવનજીભાઈ સુરેજા આ સંસ્થામાં પ્રમુખ તરીકે કાર્યરત છે. સંસ્થા દ્વારા પર્યાવરણને લગતી જુદી જુદી પ્રવળત્તિઓની કરવામાં આવે છે.
ભરતભાઈ યાજ્ઞિક
(નાટયકાર/નાટય ક્ષેત્ર)
ભરત પ્રેમશંકર યાજ્ઞિકનો જન્મ ૦૩ નવેમ્બર ૧૯૪૩ ના રોજ થયો હતો.
આકાશવાણીના પૂર્વ વરિષ્ટતમ ઉદ્ધોષક. ( ૧૯૬૨ થી ૨૦૦૩) રહયા.
ગુજરાતી ભાષાના એક માત્ર ટોપ ગ્રેડ રેડિયો નાટય કલાકાર.
૧૯૫૦ થી નાટય ક્ષેત્રે પ્રવળત, ૭૦ થી વધુ નાટકોનું નિર્માણ, નિર્દેશન, અભિનય, ભારતભરમાં નાટય પ્રસ્તુતિ.
૨૨ પુસ્તકોનું લેખન, પ્રકાશન, ૧૩ પુસ્તકોને વિવિધ પારિતોષિકો.
ગુજરાત સંગીત નાટક અકાદમી, ગુજરાતી ફિલ્મ એવોર્ડ કમિટી, પヘમિ ક્ષેત્ર સાંસ્કળતિક કેન્દ્ર (ઉદયપુર)ના પૂર્વ સદસ્ય રહેલ.
ડૉ.લલિત ત્રિવેદી (સાહિત્યકાર)
લલિત પ્રભુલાલ ત્રિવેદીનો જન્મ તા. : ૦૯-૦૮-૧૯૪૭ ના રોજ થયેલ . વ્યવસાયે તબીબ એવા લલીતભાઇના કાવ્યસંગ્રહો ૧૯૯૦ - પર્યંત ૨૦૦૮ - અંદર બહાર એકાકાર, ૨૦૧૩ - બીજી બાજુ હજી મેં જોઈ નથી, ૨૦૧૮ - બેઠો છું તણખલા પર, ૨૦૨૪ - અવળી ગંગા તરી જવી છે. પ્રસિધ્ધ થયેલ છે.
નેહાબેન ઠાકર
(સમાજ સેવિકા)
નેહાબેન દ્વારા જાન્યુઆરી ૨૦૧૩માં સેતુ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી. સેતુ ડીફરન્ટલી એબલ્ડ બાળકો માટે નિશુલ્ક કાર્ય કરે છે. સેતુનો મુખ્ય ધ્યેય બાળકોને વોકેશનલ ટ્રેઈનીંગ આપીને પગભર કરવાનો છે. હાલમાં ૨૫ બાળકો આ ટ્રેઈનીંગનો લાભ રહી રહ્યા છે. સંસ્થા જૈન બાલાશ્રમ, ૮ રજપુતપરા ખાતે કાર્યરત છે.
ડો.અનામિક શાહ
(ગાંધીવાદી વિચારધારા)
પ્રોફેસર ડો. અનમિક શાહ ગુજરાતના એવા વૈજ્ઞાનિક, શિક્ષણવિદ્ અને વિચારક છે જેઓએ પોતાના જીવનમાં વિજ્ઞાન, સંશોધન અને ગાંધીયન મૂલ્યોનું અવિસ્મરણીય સંકલન કર્યું છે. તેઓએ રાસાયણશાષામાં એમ.એસીસી. (૧૯૭૭) તથા પી.એચ.ડી. (૧૯૮૩) પૂર્ણ કરી અને બાદમાં એમ.એલ.એલ.બી. (૧૯૮૮)ની પદવી મેળવી. ૧૯૮૩થી ૨૦૧૬ સુધી તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાસાયણશાષા વિભાગમાં પ્રોફેસર તરીકે કાર્યરત રહ્યા અને ત્યાં તેમણે અનેક નવીન સંશોધન પ્રવળત્તિઓને દિશા આપી.
ગીજુભાઈ ભરાડ (શિક્ષણ ક્ષેત્ર)
ગીજુભાઇ ભરાડ ગણિત-ભૌતિક વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી સાથે પાંચ દાયકાથી અવિરતપણે પ્રશિક્ષણ દ્વારા યુવા પેઢીને શ્રેષ્ઠત્તમ કારકીર્દિ થડવામાં મહત્ત્વનું પ્રદાન આપી રહ્યા છે.
સરસ્વતી અજયુકેશનલ ઈન્સ્ટીટયુટ સંસ્થા દ્વારા દસ લાખ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન, સેમીનાર, વર્કશોપ અને પ્રવચનો દ્વારા. બે લાખ વિદ્યાર્થીઓ સાથે સીધું શૈક્ષણિક કાર્ય. જેમાંથી બારેક હજાર એન્જિનિયરો બન્યા, દસેક હજાર ડોક્ટરો બન્યા અને દસેક હજારથી વધારે વિદ્યાર્થીઓને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં વિશેષતમ કારકીર્દિ તૈયાર કરવામાં મહત્ત્વનું પ્રદાન આપ્યું. ભરાડ વિશ્વ વિદ્યાપીઠ (ત્રંબા) ભરાડ એન્જિનિયરિંગ અને ટેકનીકલ ઈન્સ્ટીટયૂટ દ્વારા વિજ્ઞાન તેમજ ટેકનોલોજી ક્ષેત્રે સમાજને શૈક્ષણિક પ્રદાન આપી રહ્યા છે.
મનસુખભાઈ વસોયા (લોક સાહિત્ય/હાસ્ય કલાકાર)
મનસુખભાઈ વિઠલભાઇ વસોયાનો જન્મ તા. ૦૬/૧૦/૧૯૫૩ ના રોજ થયેલ. તેઓએ પ ધોરણ સુધીનો અભ્યાસ કરેલ. ૧૩ વર્ષની ઉમરથી જ ખેતી કામ કરવાનું ચાલુ કરેલ. ૧૫ વર્ષની ઉમરથી ભજન, સાહિત્ય, હાસ્યના કાર્યક્રમ જોવાના ચાલુ કર્યા અને ગામની નાટક મંડળીથી હાસ્ય કલાકાર તરીકે શરૂઆત કરી. ૧૯૮૨માં મેટાડોર વાહનથી રાજકોટ અને ગોંડલના ફેરા કરતા સમયે નાના મોટા કાર્યક્રમ શરૂ કર્યા. ૧૯૯૨ થી વિધિવત રીતે લોક સાહિત્ય અને હાસ્યના કાર્યક્રમો શરૂ કર્યા.
દિલીપભાઈ ત્રિવેદી
(સંગીત ક્ષેત્ર)
દિલીપભાઈ વસંતરાય ત્રિવેદીએ બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલ છે. હાલ તેઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના નિવળત કર્મચારી છે. સંગીત ક્ષેત્રે વિશારદ - અલંકાર (તબલામાં) સંગીત ક્ષેર્ત્રે : ૧૯૭૫ થી આજસુધી પ૦ વર્ષથી કાર્યરત છે. તેઓ ૧૯૪૦ થી ૨૦૨૦ સુધીના હિન્દી ફિલ્મોના ગીતો. જેમાં સ્ટેજ પ્રોગ્રામોમાં રજુ થતા મુખ્યત્વે ફિલ્મી ગીતો, ક્લાસિકલ ગીતો, સેમી ક્લાસિકલ ગીતોમાં તબલાવાદક તરીકે સંપૂર્ણ કાબેલીયત અને રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં લોકચાહના ધરાવે છે.
જયેશભાઈ ઉપાધ્યાય
(સમાજ સેવક)
આજથી ત્રણ દાયકા પહેલાની વાત છે. તા.૨૯/૦૫/૧૯૯૧ના રોજ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. ત્યારથી આ મિત્રવર્તુળ એમ હનુમાનજીના મંદિર આધીન બોલબાલા ટ્રસ્ટની સ્થાપના કરેલી અને આ ટ્રસ્ટનું બેન્ક બેલેન્સ ૫૧ રૂપિયાનું હતુ. આવી વિકટ પરીસ્થિતિમાં કઈ રીતે મદદ કરવી તે જયેશભાઈ માટે વિચારનો પ્રશ્ર બની રહ્યો. આવા મુશ્કેલીના સમયમાં પણ હિંમત હાર્યા વગર દરેક લોકોની વેદના, વ્યથા તથા મુશ્કેલીઓ પાર પાડવા માટે સતત પ્રયત્ન કરતા રહયા અને સમાજના લોકોને દિન પ્રતિદિન ઉપયોગી બનતા રહયા.
આ કાર્યક્રમમાં સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રામભાઇ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવભાઈ દવે, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડૉ.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ભાનુબેન બાબરીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઇ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, ડૉ.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકા અધિકારીઓ-કર્મચારીઓ, સંગઠનના હોદેદારો, પ્રેસ-મિડિયાના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય કળષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, પ્રોટોકોલ કેબિનેટ મંત્રી તથા રાજકોટ શહેર પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા શહેરીજનોને આ સુપ્રસિદ્ધ બોલિવુડ સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત ભવ્ય બોલિવુડ મ્યુઝિકલ નાઈટમાં યોજાનાર મેયર એવોર્ડ કાર્યક્રમ માણવા હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.
(4:04 PM IST)










