હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 20th November 2025
રાજકોટમાં ફૂંકાતા ઠંડા પવન ૧ર.૬ ડીગ્રી તાપમાન
રાજયમાં બીજા નંબરે સૌથી ઠંડુ શહેર, છેલ્લા બે-ત્રણ દિવસથી ૧ર ડીગ્રી આસપાસ રહેતુ તાપમાન

રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં વધઘટ જોવા મળે છે ધીમે-ધીમે તાપમાન ગગડી રહયું છે. તો હવે દિવસના તાપમાનમાં પણ ઘટાડો થઇ રહયો છે.
રાજકોટ શહેરમાં આજે ૧ર.૬ ડીગ્રી તાપમાન નો઼ધાયેલ છે. ભેજ ૭૦ ટકા અને પવનની ગતી ૬ કિ.મી. છે. ફૂંકાતા ઠંડા પવનના લીધે ઠંડીની અસર વધુ વર્તાઇ રહી છે. ખાસ કરીને સવારે અને રાત્રીના સમયે લોકો ગરમ વષાોમાં જ જોવા મળે છે. શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ૧ર ડીગ્રી આસપાસ તાપમાન ઘુમી રહયું છે.
હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં પણ ઠંડીમાં વધારો થશે તેવી આગાહી કરવામાં આવી છે. પહાડી પ્રદેશોમાં બરફવર્ષા થશે જેના પવનો ગુજરાત ઉપરથી પસાર થશે. જેથી અસરરૂપે ઠંડીમાં વધારો થશે.
શહેરીજનો ઠંડીથી બચવા ગરમ વષાો સાથે સજજ જોવા મળે છે રાત્રીના સમયે શેરી ગલીઓમાં તાપણાની મોસમ શરૂ થવા લાગી છે
(10:44 AM IST)










