<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

લોધીકાના શ્રીરાજ ફેકટરીમાં ભયાનક આગ ભભૂકી : જુઓ વિડીયો

કિચનવેરની પ્‍લાસ્‍ટિક ફેકટરીમાં આગ લાગતા ફાયર ફાયટરો દોડી ગયાઃ રાત્રીના કાબુમાં લીધી

(ભીખુપરી ગોસાઇ દ્વારા), ખીરસરા, તા. ર૦: રાજકોટ જીલ્લાના લોધીકામાં આવેલ શ્રીરાજ ફેકટરીમાં ગઇકાલે સાંજે લાગેલી આગને કાબુમાં લેવા માટે ૬ ફાયર ફાયટરો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. આગ બેકાબુ થઇ જતા દોડધામ મચી ગઇ હતી.

કાલે સાંજ ના ૫ વાગ્‍યા આસપાસ લોધીકા તાલુકાના સાંગણવા ગામ પાસે આવેલ શ્રી રાજ કિચનવેર  નામ ની ફેકટરીમાં આગ લાગી હતી.

લોધીકા તાલુકાના સાંગણવા ગામ થી મેંગણી જવાના રોડ પાસે આવેલ શ્રી  રાજ કિચનવેર નામ ની પ્‍લાસ્‍ટિક ફેક્‍ટરી મા બુધવાર ના રોજ સાંજે ૪ થી ૫ વાગ્‍યાના સમય દરમિયાન આગ લાગેલ જેમાં કોઈ જાનહાનિ થયેલ નથી તેમ સાંગણવા તલાટી મંત્રી કોમલબેન વસોયા એ જણાવ્‍યું છે. તેમજ ફેકટરી માલીક પરેશભાઈ વલ્લભભાઈ દેસાઇ સાંગણવા ગામ ના રહેવાસી છે તેવું મામલતદાર પી.એ છાટબારે જણાવ્‍યું છે. માલિક પરેશભાઈ વલ્લભભાઈ દેસાઇ નો સંપર્ક કરતા કોઈ જાનહાનિ થયેલ નથી તેવું જણાવેલ છે.

 

(12:02 PM IST)