હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 20th November 2025
મેટોડા જીઆઇડીસી પાસે મકાનમાંથી ૪૦ હજારની રોકડ અને દાગીનાની ચોરી : જુઓ વિડિયો
બે તસ્કરો સીસીટીવીમાં કેદઃ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ, તા., ર૦: મેટોડા જીઆઇડીસી પાસે આવેલ આસ્થા વિલેજ સોસાયટીના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને ૪૦ હજારની રોકડ તથા દાગીના ચોરી કરી ગયા હતા. મળતી વિગતો મુજબ મેટોડા જીઆઇડીસી પાસે આસ્થા વિલેજ સોસાયટીના મકાનમાં તસ્કરો ખાબકયા હતા. તસ્કરો મકાનમાંથી ૪૦ હજારની રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હોવાનું જાણવા મળેલ છે. જો કે મકાન માલીક જમ્મુ-કાશ્મીર ફરવા ગયેલ હોય સોના-ચાંદીના દાગીના અંગે જાણવા મળેલ નથી. ચોરી કરવા આવેલ બે તસ્કરો સીસીટીવીમાં કેદ થઇ જતા બનાવ અંગે મેટોડા પોલીસના પીઆઇ શર્માએ તપાસ હાથ ધરી છે.
(3:39 PM IST)










