હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ખોડીયારનગરમાં સોનલબીજ મહોત્સવ ડીસેમ્બરમાં ધામધુમથી ઉજવાશે
આઇશ્રી સોનલમાના ૧૦રમાં જન્મોત્સવ નિમિતે લોકડાયરો, શોભાયાત્રા, વિદ્યાર્થી સન્માન સહિતના કાર્યક્રમો

રાજકોટઃ સમગ્ર ચારણ સમાજના પરમવંદનિય પ્રાંત સ્મણીય આઇશ્રી સોનલ માના ૧૦ર માં જન્મોસવ શહેરના ગોંડલ રોડ જકાતનાકા પાસે ખોડીયારનગર ખાતે ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવશે આ અંતર્ગત તા. ર૧/૧ર ના રોજ ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં નામાંકીત કલાકારો હકાભા ગઢવી, ગોવિંદભા પાલીયા, વિજય ગઢવી (ખંભાળીયા) અને હરેશદાન ગઢવી (મોરબી) પોતાનીઆગવી શૈલીમાં જગદંબાની આરાધના કરાવશે. તા. રર/૧ર ના સવારે ૮ કલાકે ભવ્ય શોભાયાત્રા તેમજ વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ રાખેલ છે. ધોરણ ૧૦-૧ર ના બોર્ડની પરીક્ષા પાસ કરેલ ચારણ સમાજના દીકરા દિકરીઓના તેજસ્વીના સન્માન કરાશે. ત્યારબાદ નારી શકિત માટે રોજગારીને લીગતા પદર્શન રાખવામાં આવેલ છે. સી.જી.ખનઇ.ખેફ. દ્વારા રોજગારને લગતા બહેનો માટેના પ્રદર્શન પણ રાખેલ છે. બપોરે ૧રઃ૩૦ વાગ્યાથી મહાપ્રસાદ સમાજ માટે દાતાઓ દ્વારા યોજાએલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
રર મીડિસેમ્બરે ગાયત્રીનગર ગાયત્રી મંદિરેથી ખોડીયારનગર સમીયાણા સુધી શોભાયાત્રા યોજાએલ છે.
વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓએ તા.પ/૧ર સુધીમાં પોતાની છેલ્લા વર્ષની માર્કશીટની ઝેરોક્ષ નકલ ખોડીયારનગર ગોંડલ રોડ નાજુ ફલોર મીલ મહીપતભાઇ ગઢવીને રૂબરૂ પહોંચાડવા યાદીમાં જણાવાયું છે.
આયોજનમાં પ્રકાશભાઇ ગઢવી પ્રમુખ, મહીપતભાઇ ગઢવી, કરશનભા ગઢવી, નારૂભા ગઢવી, હાર્દિકભા કવલ, વિજયભા જેસળ, અશ્વિનભા રતન, ઉદયભાઇ ગોહેલ, મહેન્દ્રસિંહ રાઠોડ તેમજ ચારણ સમાજના બહેનો કોમલબેન દેવાંગભાઇ ગઢવી વિ. જહેમત ઉઠાવી રહયા છે વધુ માહિતી માટે પ્રકાશભાઇ કવલ મો. ૯૩૨૮૪ ૬૮૯૦૦, મહીપતભા ગઢવી ઉપપ્રમુખ મો. ૯૯૦૪૧ ૩૯૩૯૪ ઉપર સંપર્ક કરવા તેમજ પ્રવિભા વડગામા મો. ૯૩૨૮૭ ૭૫૦૦પ નો સંપર્ક કરવો (તસ્વીરઃ અશોક બગથરીયા)










