હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ શહેર અને ગ્રામ્યમાં અલગ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને મંજૂરી
કચ્છ, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં ગ્રામ્ય મહેકમ મંજુર

રાજકોટ, તા.૨૦: સતત રજૂઆત અને લડત બાદ આખરે ગુજરાત રાજયના શિક્ષણ વિભાગે રાજકોટ શહેર અને ગ્રામ્યમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મહેકમ સાથે મંજૂર કરવામાં આવી છે.
રાજકોટ અને સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર માટે જિલ્લા શિક્ષણાધિકારીની ૦૨ (બે) નવી જગ્યાઓ મંજુર થયેલ છે. તારીખ ૧૧/૧૧/૨૦૨૫ના ઠરાવથી રાજકોટ અને સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી માટે કચેરી દીઠ ૯ નિયમિત જગ્યાઓ મુદત લંબાવવામાં આવેલ છે.
કમિશનરશ્રી શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા કચ્છ જિલ્લાના પૂર્વ વિસ્તાર અંજાર માટે ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર માટે, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર, વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર માટે તથા રાજકોટ અને સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર માટે જિલ્લા શિક્ષણાધિકારી, વર્ગ-૧ની નવી જગ્યા મંજૂર થયેલ હોઇ. નવી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી શરૂ કરવા માટે કચેરીની જગ્યાની વૈકલ્પિક વ્યવસ્થાને મંજૂરી આપવા તેમજ હાલની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના મંજૂર મહેકમમાંથી વર્ગ-૨ વર્ગ-૩ અને વર્ગ-૪ની જગ્યાઓ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તબદિલ કરવાના હુકમો થઇ આવવા માટે અત્રે દરખાસ્ત કરવામાં આવેલ છે.










