હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જાન્યુઆરીમાં બેટ દ્વારકામાં ધ્વજાજી આરોહણ
રણછોડદાસજીબાપુ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજનઃ નામ નોંધણી

રાજકોટઃ પૂ.શ્રી રણછોડદાસજી બાપુ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી કૃષ્ણનું ઘર એવા ‘‘બેટ દ્વારકા'' ખાતે બાવન ગજની ધ્વજા આરોહણનો કાર્યક્રમ આગામી તા.૧,૨,૩ જાન્યુઆરી-૨૦૨૬ના આયોજન કરવામાં આવેલ છે.
બેટ દ્વારકા ખાતે ધ્વજાજી આરોહણ-હનુમાન દાંડો-સોનાની દ્વારકા-સુદર્શન બ્રીજ-દ્વારકા મુખ્ય મંદિર-ગોમતી ઘાટ-નાગેશ્વર તીર્થ-ગોપી તળાવ-પીંડારા (પીંડ-તારણ) બેઠકજી ખાતે રાજભોગ મનોરથ પ્રચિન દુર્વાસા મુનિ આશ્રમ-ભીમકુંડ-આરધના ધામની યાત્રાનું આયોજન થયું હોવાનું જણાવાયું છે.
તા.૦૧/૦૧/૨૦૨૬ થી તા.૦૩/૦૧/૨૦૨૬, રાજકોટ થી રાજકોટ ૩×૨ લકઝરી બસમાં ધાર્મિક આયોજનમાં ૮૦ થી વધુ લોકોને લઈ જવામાં આવશે. જેની ફી અંદાજે રૂ.૩૫૦૦ થી ૪૦૦૦ રાખેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
નામ નોંધાવવા તેમજ વધુ માહિતી માટે અજય સંઘાણી (૯૬૦૧૨ ૭૫૭૭૩), રમેશભાઈ પાંઉ (૯૯૨૫૨ ૨૦૨૫૨), ભરતભભાઈ દ્રોણ (૯૪૨૭૨ ૭૪૭૧૨), જયેન્દ્રભાઈ બદીયાણી (૯૪૨૭૫ ૬૧૪૩૩)નો સંપર્ક કરવો. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)










