<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

સ્‍કૂલો આસપાસ ડ્રગ્‍સ-નશીલી દવાઓ - તંબાકુના વેચાણ કરનારાઓ ઉપર તૂટી પડોઃ વ્‍યસનમુકિતનો પ્રચાર કરો

દરોડા ખાસ વધારોઃ અવાવરૂ જગ્‍યાઓ પર થતુ ગાંજા-અફીણનું વાવેતર શોધી કાઢો

રાજકોટ તા. ૨૦:  ક્‍લેક્‍ટર ડો. ઓમ પ્રકાશના અધ્‍યક્ષસ્‍થાને રાજકોટ જિલ્લા કક્ષાની નાર્કો કો-ઓર્ડીનેશન સેન્‍ટરની બેઠક યોજાઈ હતી. કલેકટર વિવિધ વિભાગ દ્વારા ડ્રગ્‍સ વિરોધી કરેલી કામગીરીની સમીક્ષા હાથ ધરી આવનારા દિવસોમાં ડ્રગ્‍સ, નશીલી દવાઓ તેમજ શાળા આસપાસ તંબાકુનું વેચાણકર્તા પર સખ્‍ત હાથે કામગીરી કરવા સૂચના આપી હતી. 

જે લોકો આ દુષણનો શિકાર બન્‍યા હોય, તેઓ માટે વ્‍યસનમુક્‍તિ કેન્‍દ્રનો ખાસ પ્રચાર પ્રસાર કરવા કલેકટરશ્રીએ સૂચના આપી હતી. અધિકારીઓને ડ્રગ્‍સ વિરોધી કામગીરી તથા ડ્રગ્‍સના દૂષણને નાથવા યુવાનોમાં જાગળતિ કેળવવા પર કલેકટરખાસ ભાર મુકયો હતો. જાગળતિ ઝુંબેશ વધારવા તથા સરકારી કાર્યક્રમોમાં ઉપસ્‍થિત નાગરિકો, યુવાનોને ‘સે નો ટુ ડ્રગ્‍સ'ના શપથ લેવડાવવા નિર્દેશ આપવામાં આવ્‍યા હતા. જિલ્લા કલેક્‍ટર શ્રી ડો. ઓમ પ્રકાશે બેઠકમાં જણાવ્‍યું હતું કે, શાળા-કોલેજ નજીક તમાકુ, સિગારેટ જેવા નશાકારક પદાર્થોનું વેચાણ ન જ થવું જોઈએ. તેમણે આવા વિતરકો પર દરોડા વધારવા સૂચના આપી હતી. ડ્રગ્‍સના દૂષણને સમાજમાંથી નાબૂદ કરવા સરકાર પણ ખાસ ભાર મુકી રહી છે, ત્‍યારે લોકોમાં તેમજ યુવાનોમાં વધુ જાગળતિ લાવવા માટે નશાબંધી ખાતાને જનજાગળતિ ઝુંબેશનું પ્રમાણ વધારવા તેમણે જણાવ્‍યું હતું. રાજકોટ જિલ્લામાં અવાવરૂ જગ્‍યાઓ તેમજ ડેમ આસપાસની ખાલી જગ્‍યામાં છુપાઈને થતું ગાંજા તેમજ અફીણનું વાવેતર શોધી કાઢવા માટે તેમજ મેડિકલ સ્‍ટોરમાં પ્રિસ્‍ક્રિપ્‍શન વિના વેચાતા નશીલા સીરપના વેચાણ પર સઘન નિરીક્ષણ રાખી પરિણામલક્ષી કામગીરી કરવા કલેકટરતાકીદ કરી હતી.

(3:57 PM IST)