હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડીપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેકટરનો નવો કોર્ષ શરૂ થશે
યુવા ભાજપ અગ્રણી ડો.પરેશ રબારીની રજૂઆતને કુલપતિ ડો. ઉત્પલ જોશી સત્તા મંડળે મંજુરી આપી

રાજકોટ, તા. ર૦ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડીપ્લોમાં ઇન સેનેટરી ઇન્સ્પેકટરનો નવો કોર્ષ શરૂ થશે.
યુવા ભાજપ અગ્રણી પરેશ રબારીએ એક યાદીમાં જણાવેલ કે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં એક લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ ઉચ્ચકક્ષાએ અભ્યાસ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભિયાન શરૂ કરાયા બાદ મહાનગરપાલિકા, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, યુનિવર્સિટીઓમાં મોટા પાયે સેનેટરી ઇન્સપેકટર પોસ્ટની ભરતીઓ શરૂ થયેલ છે. આ ભરતીની લાયકાત ડિપ્લોમાં ઇન સેનેટરી ઈન્સપેક્ટર રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ છે. સૌરાષ્ટ્રમાં એક પણ કોલેજમાં આ અભ્યાસક્રમ શરૂ ન હોવાથી ફરજિયાત પણે ઉમેદવારોએ પ્રાઈવેટ સંસ્થામાં જ ડિપ્લોમાં ઈન સેનેટરી ઈન્સપેકટર નો કોર્ષ કરવો પડતો હતો.
ડો. પરેશ રબારી દ્વારા આ અભ્યાસક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શરૂ કરવા રજૂઆત કરેલી હતી. વિવિધ સતા મંડળે અને કુલપતિ ડો.ઉત્પલ જોષી દ્વારા આ રજૂઆતને ધ્યાને લઈને ડિપ્લોમાં ઈન સેનેટરી ઇન્સપેકટર યુનિવર્સિટીમાં મંજૂર કરાયેલ છે.જેના થી એક લાખ જેટલા વિદ્યાર્થીઓને ઓછી ફિ માં ભણવાનો લાભ મળશે. યુજીસી ડયુલ ડિગ્રી પોલીસી અંતર્ગત અત્યારે ગ્રેજયુએશન નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ ડિપ્લોમાં ઈન સેનેટરી ઈન્સપેકટર અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવીને બંને ડિગ્રી સાથે મેળવી શકશે. વર્ષો બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જોબ ઓરીએન્ટેડ કોર્ષ શરૂ કરાયો છે. યુનિવર્સિટીએ કરાયેલા પરિપત્રમાં ડો.પરેશ રબારીની રજુઆતનો ખાસ ઉલ્લેખ કરાયેલ છે. તમામ સત્તા મંડળના સભ્યો અને કુલપતિ ડો.ઉત્પલ જોષીનો આ માટે આભાર વ્યકત કરાયેલ છે.










