<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

અનશન આરાધક નેમિષભાઇ શાહનો સંથારો સીજયોઃ પાલખીયાત્રા

ગોંડલ સંપ્રદાયના પૂ. રાજેશમુનિજી મ.સા.ના શ્રીમુખે ત્રીજા મનોરથના પચ્‍ચકખાણ ગ્રહણ કરેલ : કાલે તા. ર૧ ને શુક્રવારે સવારે શાશ્‍વત એપાર્ટમેન્‍ટ, નિર્મલા રોડ ખાતે ૯:૧પ કલાકે ગુણાનુંવાદ સભા યોજાશે

રાજકોટ, તા. ર૦: અનંત-અનંત ઉપકારી ચરમ તીર્થંકર શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્‍વામીની અનંતી કળપાથી ગોંડલ સંપ્રદાયના જશ પરિવારના આગમ અર્કદર્શક ચારિત્રનિષ્ઠ પરમ પૂજ્‍ય ગુરુભગવંત બા.બ્ર. શ્રી રાજેશમુનિજી મહારાજસાહેબ તથા પૂજ્‍યશ્રીનાં શિષ્‍ય ભગવંતોના શેષકાળનો મહાલાભ શ્રી ઋષભદેવ જૈન સંઘ, રાજકોટ સંચાલિત શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ (‘તપોભૂમિ', પાર્શ્વનાથ બંગલો, ૪-જનતા સોસાયટી કોર્નર, મહિલા કોલેજ અંડરબ્રીજ સર્કલ પાસે, રાજકોટ)ને પ્રાપ્ત થયેલ છે.

પૂજ્‍ય ગુરુભગવંત બા.બ્ર. શ્રી રાજેશમુનિજી મહારાજસાહેબની અનંતીラઅનંતી કળપા થકી ભૂતકાળમાં અનેક સાધક આત્‍માઓએ સંથારાની સાધના સુખે-સમાધિએ સંપન્ન કરેલ છે. શ્રી નેમિષભાઈ મનહરલાલ શાહ (ઉ.વ. ૬૭)આવી જ સંથારા સાધના શ્રી પાર્શ્વનથા સંઘમાં ચાલી રહેલ હતી. દૃઢધર્મી શ્રી નેમિષભાઈને ધર્મરૂચિ વિશેષરૂપે હતી અને ધર્મકરણીમાં પણ જોરદાર પુરુષાર્થ કરતાં રહેલ. અનશન આરાધકશ્રી પૂજ્‍ય સંત-સતીજી ભગવંતોના દર્શન-વંદન-વ્‍યાખ્‍યાનનો વિશેષ લાભ લેતા. સરળ, નિખાલસ, મળદુ સ્‍વભાવી એવા શ્રી નેમિષભાઈ સંથારાની ભાવના ભાવતા રહેલ. શ્રી નેમિષભાઈની શારીરિક અસ્‍વસ્‍થતા ઘણી હોઈ પરિવારજનોએ ૧૬ નવેમ્‍બરના શ્રીસંઘમાં પૂજ્‍ય ગુરુભગવંતની નિશ્રામાં એમની આરાધના કરવાનું નક્કી કર્યું.

શ્રી નેમિષભાઈએ તા. ૧૮ નવેમ્‍બર,  મંગળવારે સવારે શ્રી પાર્શ્વનાથ જૈન સંઘમાં પરમ પૂજ્‍ય ગુરુભગવંત બા.બ્ર. શ્રી રાજેશમુનિજી મહારાજસાહેબ પાસે ૪થા ઉપવાસના પચ્‍ચક્‍ખાણ તથા સાગારી સંથારાની ઉગ્ર આરાધાના ચતુર્વિધ શ્રીસંઘની મંગલ ઉપસ્‍થિતિમાં ખૂબ જ ઉત્‍કળષ્ટ ભાવથી, પૂર્ણ સભાન અવસ્‍થામાં અંગીકાર કરેલ છે. શ્રી નેમિષભાઈ પૂજ્‍યશ્રીના શુભ સાંનિધ્‍યમાં ઉત્‍કળષ્ટ ભાવ સાથે દૃઢતાપૂર્વક સાધનામાં આગળ વધી રહેલ. ૧૯ નવેમ્‍બર, ૨૦૨૫, બુધવારના પ્રસન્ન ચિત્તે શ્રી નેમિષભાઈએ શ્રીસંઘની ઉત્તમ-મંગલ ઉપસ્‍થિતિમાં પૂજ્‍ય ગુરુભગવંતના શ્રીમુખે આજીવન અનશન અંગીકાર કરેલ. સુખે-સમાધિએ સમતાભાવમાં રમણતા કરતા શ્રી નેમિષભાઈની આજીવન અનશન આરાધના પૂજ્‍ય ગુરુભગવંત એવમ્‌ શ્રીસંઘની ઉપસ્‍થિતિમાં ૨૦ નવેમ્‍બર, ગુરુવારના સવારે ૭:૦૫ આસપાસ સંપન્ન થયેલ.

આજીવન અનશન આરાધક શ્રી નેમિપભાઈની પાલખીયાત્રા તા. ૨૦ નવેમ્‍બર, ગુરુવારના રોજ સવારે ૯.૩૦ કલાકે શ્રી પાર્શ્વનાથ સંઘના ઉપાશ્રયથી ‘જય જય નંદા... જય જય ભદ્રા...'ના નારા સાાથે શહેરના રાજમાર્ગોથી રામનાથપરા સ્‍મશાનગળહે પ્રયાણ કરેલ.

ગુણાનુવાદ સભા

અનંત ઉપકારી ‘પૂજ્‍યશ્રી રાજગુરુભગવંત' આદિ સંત-સતીજી ભગવંતોની શુભ નિશ્રામાં આજીવન અનશન આરાધક શ્રી નેમિષભાઈ ની ગુણાનુવાદ સભા તા. ૨૧ નવેમ્‍બર, શુક્રવારના રોજ સવારે ૯.૧૫ કલાકે શ્રી પાર્શ્વનાથ સંથના આંગણે શાશ્વત એપાર્ટમેન્‍ટ, પારસ હોલ સામે, પારસ સોસાયટી, નિર્મલા રોડ, રાજકોટ રાખેલ છે. તેમ ગોંડલ સંપ્રદાય સ્‍થા. જૈન સિધ્‍ધાંત સંરક્ષક સમિતિラરાજકોટના ઉપપ્રમુખ પરેશભાઈ પટેલે યાદીમાં જણાવેલ છે.

(2:33 PM IST)