<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

ગ્રેટર ચેમ્‍બર દ્વારા શનિવારે ત્રિવિધ સમારોહ

મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇના હસ્‍તે નવા ભવનનું ભુમિ પૂજન, ગ્રેટર ચેમ્‍બરમાં ૫૦ વર્ષ સેવા આપનાર ધનસુખભાઇ વોરાનું સન્‍માન અને ડિરેકટરીનું વિમોચન કરાશે

રાજકોટ તા. ૨૦ : ગ્રેટર રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના નવા ભવનનું ભુમિ પૂજન, ગ્રેટર ચેમ્‍બરના ચેરમેન ધનસુખભાઇ વોરાની ૫૦ વર્ષની નિઃસ્‍વાર્થ સેવાઓ બદલ તેમનું સન્‍માન અને ગ્રેટર ચેમ્‍બર ઓફ કોમર્સની ડિરેકટરનું વિમોચન એમ ત્રિવિધ સમારોહ આગામી તા. ૨૨ ના શનિવારે સવારે ૮.૩૦ વાગ્‍યાથી યોજેલ છે.

કાર્યક્રમના મુખ્‍ય મહેમાનપદે રાજયના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ તથા અતિથિ વિશેષ તરીકે કૃષિમંત્રી  અને રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રીજીતુભાઇ વાઘાણી, સાંસદ રામભાઇ મોકરીયા, સાંસદ પરષોતમભાઇ રૂપાલા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવે, પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ભરતભાઇ બોઘરા, પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, જર્નાલીસ્‍ટ કૌશિકભાઇ મહેતા, ધારાસભ્‍ય શ્રીમતી દર્શીતાબેન શાહ, ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, ધારાસભ્‍ય શ્રીમતી ભાનુબેન બાબરીયા, ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડ, શહેર પોલીસ કમિશ્‍નર બ્રજેશકુમાર ઝા, જિલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશ, મ્‍યુ. કમિશ્‍નર તુષાર સુમેરા ઉપસ્‍થિત રહેશે.

ઉપરાંત ઉદ્યોગરત્‍નો, સમાજશ્રેષ્‍ઠીઓ અને પ્રેરણાદાયી ઉપસ્‍થિત રહેનાર સૌને ગ્રેટર ચેમ્‍બરના કારોબારી સભ્‍યો ખાસ આવકારશે. જુદા જુદા ઇન્‍ડસ્‍ટ્રીયલ સંગઠનો, વેપારી સંગઠનોને પણ નિમંત્રિત કરાયા છે.

ઉલ્લેખનીય છે કે ગ્રેટર ચેમ્‍બર દ્વારા જે ભવન રાજકોટના સોરઠીયાવાડી ચોક પાસે, ૮૦ ફુટ રોડ ઉપર તૈયાર કરાયુ છે તે ૫૦૭ ચો.વા.માં પથરાયેલુ છે. જેમાં સંસ્‍થાની ઓફીસ ઉપરાંત વોકેશનલ ટ્રેનીંગ કલાસ, ઓડીટોરીયમ, કન્‍વેનશન સેન્‍ટર બનાવવામાં આવશે. તેમ ગ્રેટર ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ રાજીવભાઇ દોશી અને વાઇસ ચેરમેન કાંતિભાઇ જાવીયાની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(3:53 PM IST)