હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 20th November 2025
પૂર્વ મંત્રી સ્વ.મનસુખભાઇ જોશી અને પૂર્વ કોર્પોરેટર પૃથ્વીસિંહ જાડેજાના શોક ઠરાવ ભુલાયો : વિપક્ષે ધ્યાન દોર્યુ

રાજકોટ : મનપાનાં બોર્ડમા પ્રારંભે પુર્વ કોર્પોરેટર લલીતાબેન છગનલાલ જાનીનુ તા. ૧૮ નાં રોજ અવસાન થતા તેમને શ્રધ્ધાંજલી અર્પણ કરી બે મિનીટ મૌન પાળવામા આવ્યુ હતુ. પરંતુ તાજેતરમા મનપાનાં પુર્વ સભ્ય મનસુખલાલ છગનલાલ જોશીનુ તા ૧૦ નાં અને ૧૯૭પથી ૧૯૮૦ ના પ્રથમ ચૂંટાયેલા વોર્ડ નં. ૧૪ના કોર્પોરેટર પૃથ્વીસિંહ એન. જાડેજાનું તા. ૧ર નવેમ્બરના દુઃખદ અવસાન થયુ છે છતા તેમનાં નામનો શોક ઠરાવ કરવાનુ શાસકો ભુલી જતા વશરામભાઇ સાગઠીયા દ્વારા અધ્યક્ષને લેખીત જાણ કરવામાં આવી હતી. અને ત્યારબાદ સ્ટેન્ડીંગ ચેરમેને ભુલ સુધારી અધ્યક્ષને આ મુદે ટકોર કરતા બોર્ડ પુર્ણ થયુ તે પહેલા મનસુખભાઇ જોશીને શ્રધ્ધાંજલી પાઠવી બે મીનીટ મૌન પાળવામા આવ્યુ હતુ. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(2:56 PM IST)










