<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

૫ાળ ગામે સંતશ્રી આંબેવપીર ધામે પુનઃ પ્રતિષ્‍ઠા નિમિતે ભવ્‍ય બાઇક રેલી

પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ, શ્રીમદ્‌ ભગવત કથા, ૧૧ દીકરીઓના સમુહલગ્ન સહિતના કાર્યક્રમોનું આયોજન

રાજકોટ : સંતશ્રી આંબેવપીર ધામે  પુનઃ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ નિમિત્તે બાઇક રેલી આયોજન કરવામાં આવેલ. રેલી પ્રસ્‍થાન શ્રી મચ્‍છુ માં મંદિર, દિવાનપરાથી શરૂ થઇ રાજેશશ્રી રોડ, કરણસીહજી રોડ, કેનાલ રોડ, ઢેબર રોડ, મક્કમ ચોક, આનંદ બંગલા ચોક, વિશ્વૈશ્વર મંદિર, મવડી ચોકડી પાળ રોડ પર આવેલ સંતશ્રી આંબેવપીર ધામે પૂર્ણ થઇ હતી. આ બાઇક રેલીમાં મોટી સંખ્‍યામાં ભાવિકો જોડાયા હતા. રેલી પૂર્ણ થયા બાદ પ્રસાદ નું આયોજન થયું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે પાળ ગામ સ્‍થિત શ્રી નકલંક મંદિર (ઠાકર દેવાર) સંત શ્રી આંબેવપીર ધામે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ, શ્રીમદ્‌ ભગવત સપ્તાહ સહિતના   ધાર્મિક પ્રસંગોનું આયોજન થયેલ છે.ધર્મ પ્રેમી જનોને લાભ લેવા મહંતશ્રી ટીટા ભગત સંત આંબેવપીર ધામ પાળ દ્વારા અનુરોધ કરાયો છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(2:56 PM IST)