હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડેપ્યુટી કમિશનર સહિતની ૧ર દરખાસ્તો સર્વાનુમતે મંજુર
બોર્ડમાં સત્તાવાર નાયબ કમિશનર તરીકે હર્ષદ પટેલની નિમણુંક : સત્તાવાર હવે યુનિવર્સિટી રોડ પર FSI ની બાજુમાં આવેલ રોડ શ્રી દ્વારકાધીશ માર્ગ, મુરલીધર સોસાયટી પાસે આવેલ ચોક મુરલીધર ચોક તરીકે ઓળખાશે

રાજકોટ, તા. ર૦ : મ્યુનિ. કોર્પોરેશનના આજે મળેલ જનરલ બોર્ડમાં ડેપ્યુટી કમિશનર તરીકે હર્ષદ પટેલની નિમણુંક સહિતની ૧ર દરખાસ્તોને સર્વાનુમતે મંજુરીની મ્હોર લગાવવામાં આવી હતી.
આજની સામાન્ય સભામાં રાજકોટની આખરી નગર રચના યોજના નં.૯ માં સમાવિષ્ટ આખરી ખંડ નં.૩૨/૯ તથા ૩૧/૫ થી શરુ કરી, આખરી ખંડ નં.૩૨/૧/૧ તથા ૩૧/૧ સુધીના ૯,૦૦ મી.ના ટી.પી. રસ્તાને લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગત ૧૨.૦૦ મી. પહોળો કરવા.
રાજકોટ ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાન-ટુવર્ડસ નેટ ઝીરો ફયુચર બાય ૨૦૭૦ના સફળ વ્યૂહરચનાત્મક અમલીકરણ તથા મોનીટરીંગ માટે ઈફેક્ટીવ ગવર્નન્સ અને ઇન્સ્ટીટયુશનલ અરેન્જમેન્ટ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નેટラઝીરો એન્ડ ક્લાઈમેટ રેસિલિયન્ટ સેલના ગઠન કરવા.
સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન ફંડેડ કેપેસીટી બિલ્ડીંગ પ્રોજેક્ટ ઓન લો કાર્બન એન્ડ ક્લાઈમેટ રેસિલિયન્ટ સીટી ડેવેલોપમેન્ટ ઈન ઇન્ડિયા (કેપેસીટીસર્)ં ફેઝ ૩ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા અને ઇંકલી સાઉથ એશિયા(ICLEI South Asia) વચ્ચે થનાર MoUને મંજુરી આપવા BSUP-ના તથા BSUP-III આવાસ યોજનાના ખાલી રહેલ ૧૦૫૬ આવાસો માટે લાભાર્થીઓ નક્કી કરવા અંગે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પ્રખર વક્તા કુમાર વિશ્વાસજીની કથાના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડના તમામ વિભાગો, કવિશ્રી રમેશ પારેખ રંગ દર્શન ગ્રાઉન્ડ તથા કવિશ્રી રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થિયેટર વિનામુલ્યે ફાળવવા અંગે.
શહેરના વોર્ડ નં.૦૯માં યુનિવર્સિટી રોડ પર ફોરેન્સિક લેબોરેટરીની બાજુમાં આવેલ રોડને ૅશ્રી દ્વારકાધીશ માર્ગૅ નામકરણ કરવા અંગે.
શહેરના વોર્ડ નં.૦૩માં રેલનગર વિસ્તારમાં સ્મશાન સામેનો રોડ ઉપર ટી.પી.સ્કીમ નં.૧૯ ઘનશ્યામ રેસીન્ડેસીની પાસે મુરલીધર સોસાયટી(સુચીત) પાસે આવેલ ચોકને મુરલીધર ચોક નામકરણ કરવા.
રેસકોર્ષ સંકુલ હસ્તક તથા મવડી ઇન્ડોર સ્ટેડીયમ સ્થિત વિવિધ રમતગમતના મેદાનો તથા સ્પોર્ટ્સ કેસીલીટીના સભ્યપદના કીના દરો તથા નિયમો રીવાઇઝડ કરવા તથા કોચિંગના દગે નિયત કરવા અંગે.
રેસકોર્ષ સંકુલ તથા મવડી ઇન્ડોર સ્ટેડિયમ હસ્તકના વિવિધ રમતગમતના મેદાનો તથા સ્પોર્ટ્સ ફેસીલીટીના ભાડાના દરો તેમજ નિયમો રીવાઇઝડ કરવા અંગે.
રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય વહીવટ વિભાગની નાયબ મ્યુનિસિપલ કમિશનરૅ, વર્ગ-૧ની ખાતાકીય ભરતી અન્વયે બિનઅનામત કેટેગરીની ફુલ-૦૧(એક) જગ્યા પર પસંદગી કરેલ ઉમેદવારની આખરી પસંદગી કરવા અંગે.
સહયોગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા વાલ્મીકી સમાજ સાથે મળીને રામદેવપીર સવરા મંડપ તથા સમૂહ લગ્નના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડના તમામ વિભાગો, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્ડ તથા કવિશ્રી રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થિયેટર વિનામુલ્યે ફાળવવા.
શહેરના વોર્ડ નં.૧૧માં વેસ્ટ ઝોન પેકેજ હેઠળ તૈયાર થયેલ આવાસ યોજના(શિવ ટાઉનશીપ)ના શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજીથી વેચાણ આપી દસ્તાવેજ કરી આપવા સહિતની ૧ર દરખાસ્તોને મંજુરીની મ્હોર લગાવવામાં આવી હતી.










