<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

મનપાના જનરલ બોર્ડમાં ફલાવર બેડનો પ્રશ્‍ન ગાજ્‍યો

આજે ફરી માત્ર એક જ પ્રશ્‍નની ચર્ચામાં સભા પૂર્ણ : બિલ્‍ડીંગ પ્રોજેકટની ૯૯ અરજી : ૮ મિલ્‍કતોને બીયુ સર્ટી મંજુર : ૪૯માં સ્‍થળ તપાસ : મ્‍યુનિ. કમિશનરનો સત્તાવાર જવાબ : કોંગ્રેસના નગરસેવક વશરામભાઇ સાગઠિયાના પ્રશ્‍નની ચર્ચાનો પ્રારંભ

રાજકોટ : મ્‍યુનિ. કોર્પોરેશનનું જનરલ બોર્ડ મેયર નયનાબેન પેઢડીયાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયુ હતું. આ બોર્ડનો પ્રારંભ કોંગ્રેસના સભ્‍ય વશરામભાઇ સાગઠિયાના પ્રથમ પ્રશ્‍નથી ચર્ચાનો પ્રારંભ થયો હતો. તે વખતની પ્રથમ તસ્‍વીરમાં મેયર નયનાબેન પેઢડીયા, કમીશનર તુષાર સુમેરા, ડે. કમીશનર નરેન્‍દ્રસિંહ જાડેજા, સેક્રેટરી ધવલ જેસડીયા, પી.એ ટુ મેયર નિલેશ કાનાણી તથા અધિકારી તેમજ સભ્‍ય વશરામભાઇ સાગઠિયા,  આસી. ટાઉન પ્‍લાનીંગ અધિકારી જતીન પંડયા તથા શાસક પક્ષના સભ્‍ય મનિષ રાડિયા, પ્રદિપ ડવ તથા પુષ્‍કર પટેલ વિપક્ષના સભ્‍યને હળવા મુડમાં ટકોર કરતા નજરે પડે છે. અંતિમ તસ્‍વીરમાં ઉપસ્‍થિત તમામ સભ્‍યો નજરે પડે છે. (સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ર૦ :મ્‍યુનિ. કોર્પોરેશનની દ્વિમાસીક સામાન્‍ય સભા આજે સવારે ૧૧ કલાકે યોજાઇ હતી. આ બોર્ડમાં કોંગ્રેસના સભ્‍ય વશરામભાઇ સાગઠીયાના બિલ્‍ડીંગ પ્રોજેકટનો કેટલી મંજુરી સહિતના પ્રથમ પ્રશ્‍નની ચર્ચાનો પ્રારંભ થયો હતો અને આ એક માત્ર સવાલમાં બોર્ડ પૂર્ણ થઇ ગયું હતું.

આ બોર્ડમાં લાંબા સમય બાદ કોંગ્રેસના સભ્‍યો પ્રથમ પ્રશ્ન છે. જયારે ભાજપના નગરસેવકોએ ફુડ શાખાની કામગીરી, પ્‍લોટ ભાડે આપવાની પોલીસી, સ્‍પીડ બ્રેકર વગેરે સામાન્‍ય પ્રશ્ન રજૂ કર્યા છે.

મનપાની દ્વિમાસીક સામાન્‍ય સભા આજે સવારે ૧૧ કલાકે મ્‍યુનિ. કોર્પોરેશનની સેન્‍ટ્રો ઝોન કચરેીના બીજા માળે આવેલ રમેશભાઇ છાયા સભાગૃહમાં મેયર નયનાબેન પેઢડીયાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઇ હતી.

ભાજપ અને કોંગ્રેસના ૧પ નગરસેવકો દ્વારા રપ પ્રશ્ન રજૂ કરવામાં આવ્‍યા છે. આ બોર્ડમાં કુલ ૧પ કોર્પોરેટરોએ પ્રશ્નો મુકયા હતાં.  વોર્ડ નં. ૧પ ના કોર્પોરેટર વશરામભાઇ સાગઠિયાના પ્રથમ પ્રશ્ન  (૧) રાજકોટમાં આર્કિટેકશન પ્રોજેક્‍ટ (ફલાવર બેડ) ના કારણે B.U.C. (કમ્‍પ્‍લીસન) સર્ટિફિકેટ અટકાવાયા હોય તેવા બિલ્‍ડીંગ પ્રોજેક્‍ટ ની કુલ સંખ્‍યા કેટલી છે જેની સંપૂર્ણ વિગતો વોર્ડ વાઇજ અને વિસ્‍તાર તેમજ બિલ્‍ડીંગ પ્રોજેક્‍ટ ના નામ સાથે જણાવશો ફલાવર બેડ વાળા બિલ્‍ડીંગ રેગ્‍યુલરાઈઝ કરવા ની કાર્યવાહી કરવા શહેરી વિકાસ વિભાગે તારીખ ૧૮ ઓકટોબરના રોજ હુકમ કર્યો હોવા છતાં આ અંગેની કામગીરી તારીખ ૧૧ -૧૧- ૨૫ સુધી શા માટે શરૂ કરવામાં આવી નથી તેની સંપૂર્ણ વિગતો આપશો   તદઉપરાંત આ કામગીરી કયારે શરૂ થશે અને તે માટે ટાઉન પ્‍લાનિંગ બ્રાન્‍ચમાં શુ વ્‍યવસ્‍થા નિર્માણ કરેલ છે તે પણ જણાવશો? અને જો  નિર્માણ ન કરાય હોય તો શા માટે નિર્માણ કરાય નથી તેની સંપૂર્ણ વિગતો આપશો

(૨) રાજકોટની હદ માં નવા ગામો ભર્યા બાદ રાજકોટ શહેરની હદ કયાં સુધી વિસ્‍તરી છે? પૂર્વ પヘમિ ઉત્તર અને દક્ષિણ દિશામાં રાજકોટની હદ કયાં સુધી આવે છે? તેની સંપૂર્ણ વિગતો  માઇલ સ્‍ટોન સાથે જણાવશો. જ્‍યાં હદ પુરી થાય છે ત્‍યાં હદ પુરી થવા અંગેના સાઈનબોર્ડ શા માટે મૂકવામાં આવ્‍યા નથી?  

(૩) છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટના કેટલા રસ્‍તા કયા કારણોસર કઈ કઈ એજન્‍સી દ્વારા ખોદકામ કરવામાં આવ્‍યા રસ્‍તા ખોદકામ કરતી વખતે મંજૂરી લેવાનો નિયમ શું છે? કેટલા ખોદ કામ મંજૂરી લઈને તેમજ રસ્‍તા રીપેરીંગ ની ડિપોઝિટ ચૂકવીને કરવામાં આવ્‍યા? છેલ્લા પાંચ વર્ષમાં ખોદકામ કરાવી લીધા તે રસ્‍તા થી મહાનગરપાલિકાની તિજોરી ને કેટલો આર્થિક ખર્ચ થયો? જેની સંપૂર્ણ વિગતો વોર્ડ વાઈઝ આપવી સહિતના પ્રશ્નથી પ્રારંભ થયો હતો.

૮ મિલ્‍કતોને

બીયુ સર્ટી અપાયા

વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ સરકાર દ્વારા તા. ૧૬નાં રજુ કરેલ પરીપત્ર મુજબ આજ સુધીમા કેટલા ફલાવર બેડવાળા બિલ્‍ડીંગોને બીયુ પરમીશન આપવામા આવ્‍યુ તે અંગેનો પ્રશ્ર્‌ન પુછવામા આવ્‍યો હતો. અગાઉથી તૈયારી સાથે આવેલા મ્‍યુનિસિપલ કમીશનરે જવાબ આપવાનુ શરૂ કરી સેન્‍ટ્રલ, વેસ્‍ટ અને ઇસ્‍ટ ઝોનનો હિસાબ આપી દીધો હતો . કુલ ૯૯ અરજી આજસુધી આવી છે. તેમ જણાવેલ. જે પૈકી ૮ મિલ્‍કતોને બીયુ સર્ટી અપાય ગયા છે તેમ જણાવતા વશરામભાઇએ સંપુર્ણ વિગત સાથે જવાબ રજુ કરવા જણાવેલ . તેમજ વોર્ડ વાઇઝ મંજુર થયેલ મિલ્‍કતો તેમજ અધીકારીઓએ સ્‍થળ તપાસ કરી પોતાનો અભિપ્રાય આપ્‍યો હોય તે તારીખ તેમજ જે તારીખે મંજુરી આપી હોય તે તારીખનાં ઉલ્લેખ સાથે જવાબ  આપવામા આવે  તેવુ જણાવતા કમિશનર પાસે ટીપી વિભાગે આપેલ ડોકયુમેન્‍ટમા તારીખનો ઉલ્લેખ ન હોવાથી કમિશનર હાંફળાફાંફળા થઇ ઉઠયા હતા . અને પાછળ બેઠેલા ટીપી વિભાગનાં અધીકારીઓને આ મુદે જવાબ આપવાનુ કહી પોતાનાં ઉપર આવેલ સમસ્‍યાને ટાળવાનો પ્રયત્‍ન કર્યો હતો . ટીપી અધીકારીએ  પણ તારીખ વાઇઝ વિગત  ન હોવાનુ જણાવી પ્રશ્ર્‌નોથી છેડો ફાડવાનો પ્રયાસ કર્યો હતો . ત્‍યારે વશરામભાઇએ સરકારે મોકલેલ ફલાવર બેડ અંગેનાં પરીપત્રની વિગત માગતા કમિશનરે અંગ્રેજીમા જવાબ આપવાનુ ચાલુ કરેલ જેથી વશરામભાઇએ ગુજરાતીમા જવાબ આપો તેવુ જણાવતા શાસક પક્ષને મોકો મળી ગયો હોય તેમ અંગ્રેજી અંગ્રેજીનાં નારાઓ સાથે ગુપ ચુપ ચાલુ કરી દીધી હતી . છતા મ્‍યુનિસિપલ કમિશનરે સમય પારખી ગુજરાતીમા જવાબ આપી વિપક્ષનો પ્રશ્ર્‌ન ઝડપથી આટોપાય તેવુ પગલુ ભર્યુ હતુ.

 આજનાં જનરલ બોર્ડમા વિપક્ષી નેતા દ્વારા પુછવામા આવેલા પ્રથમ પ્રશ્‍નનાં જવાબમા જ બોર્ડનો સમય પુર્ણ કરી નાખવામા આવેલ  છતા વશરામભાઇએ પુછેલા પ્રશ્‍નનો તારીખ વાઇઝ જવાબ તેમને મળી શકયો ન હતો પ્રશ્ર્‌નોતરી દરમ્‍યાન વશરામભાઇએ જણાવેલ કે ફલાવર બેડનો પ્રશ્ર્‌ન ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ જ કેમ ઉભો થયો છે . અને ફકત રાજકોટ માટે આ પ્રશ્ર્‌ન કેમ થયો. તેમ પુછતા કમિશનરે તમામ મહાનગર પાલિકાઓ માટે આ નિયમ સરકાર દ્વારા અમલી બનાવ્‍યો છે. તેવો જવાબ આપી ભીનુ સંકેલવાનો પ્રયાસ કરવામા આવ્‍યો હતો . તેવી જ રીતે વશરામભાઇએ રેરામા કયા પ્રકારનાઃ બાંધકામોને મંજુરી આપવામા આવી રહી છે તેમજ રેરામા આવતા કેવા બાંધકામોને ફલાવર બેડમા સમાવેશ કરવામા આવે છે જેમા અધીકારીઓએ એક બિલ્‍ડીંગમા ૮ યુનીટથી વધારે અને ૫૦૦ મીટરથી વધુ પ્‍લોટ એરીયા હોય તે તમામ બાંધકામોને લાભ આપવામા આવી રહયો છે તેમ જણાવ્‍યુ હતુ . છતા એક કલાક સુધી વશરામભાઇ દ્વારા પોતાનાં ફલાવર બેડનાં પ્રશ્‍ન ઉપરાંત અન્‍ય પેટા પશ્‍્‌નો પુછી આજે બોર્ડમા કમિશનર અને અધિકારીઓની ઉંઘ ઉડાડી દીધી હતી  જયારે શાસક પક્ષ પાસે પણ કશુજ બોલવાનુ ન હોય શાસક પક્ષનાં સભ્‍યોએ આજે શાંત રહેવાનુ મુનાસીબ સમજયુ હતુ.

બોર્ડમાં ૯ કોર્પોરેટરો ગેરહાજર

રાજકોટ : મનપાનુ બોર્ડ દર બે માસે બોલાવવામા આવે છે . લોકોનાં પશ્‍્‌નોની ચર્ચા થઇ શકે અને દરેક વોર્ડનાં કોર્પોરેટરો પણ પોતાનાં પ્રશ્ર્‌નો રજુ કરી શકે તેવો ઉદેશ હોય છે છતા આજનાં બોર્ડમા ભાજપનાં ૯ કોર્પોરેટરો ગેરહાજર રહયા હતા  જેમા ભારતીબેન પરસાણા, વિનુભાઇ ધવા , પરેશભાઇ પીપળીયા, નેહલ શુકલ, દર્શિતાબેન શાહ, ભારતીબેન પાડલીયા, અસ્‍મીતાબેન દેલવાડીયા, નિલેશભાઇ જલુ અને અનીતાબેન ગોસ્‍વામી પૈકી અમુકે રજા રીર્પોર્ટ અને ગેરહાજર રહ્યા હતા.

 

(2:59 PM IST)