તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th November 2025
ટીઆરપી ગેમઝોન કાંડ બાદ ગેરકાયદેસર બાંધકામોની અરજીઓનો ઢગલોઃ ૫૭૭એ મંજૂરી માંગી
છેલ્લા ૩ વર્ષમાં ઇમ્પેકટની ૧૪ હજાર અરજીઓઃ ૪૯૨૭ પાસઃ મંજૂર થયેલ પ્લાનથી વિરૂધ્ધનું બાંધકામ થતા એક એન્જીનીયરનું લાઇસન્સ સસ્પેન્ડ

રાજકોટ : મહાનગરપાલિકામા_ TRP ગેમ ઝોનના બનાવ પછી ગેરકાયદેસર બાંધકામો અંગે કુલ ૫૭૭ અરજીઓ આવેલ છે.તેમજ દિન-૪ના કુલ ૨૫૦ પત્રો પાઠવેલ છે તથા દિન-૭ના કુલ ૪૮ પત્રો પાઠવેલ છે. તેમજ કલમ ૨૬૦(૧) હેઠળ કુલ ૧૫૬૫ નોટીસો આપવામાં આવેલ છે તથા કલમ ૨૬૦(૨) હેઠળ કુલ ૧૪૬૮ નોટીસો આપવામાં આવેલ છે. તેમજ કુલ ૩૮ બાંધકામોના ડિમોલીશનકરવામાં આવેલ છે. જેની વોર્ડ વાઈઝ વિગતો આ સાથે એનેક્ષર-એ થી સામેલ રાખેલ છે.
રાજકોટ મહાનગરપાલિકામાં ઇમ્પેક્ટ-૨૦૨૨ થી યોજના હેઠળ તા.૦૧/૧૦/૨૦૨૨ તા.૧૧/૧૧/૨૦૨૫ સુધીમાં કુલ અરજીઓ આવેલ છે.તેમજ કુલ ૪૯૨૭ અરજીઓ મંજુર કરવામાં આવેલ છે. જેની વોર્ડ વાઈઝ વિગતો આ સાથે એનેક્ષર-બી થી સામેલ રાખેલ છે.રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં અરજદારો દ્વારા માન્ય પરવાનેદાર મારફત બાંધકામ પ્લાન મંજુર કરાવી સ્થાનિકે બાંધકામ કરવામાં આવતાં હોય છે. આવા મંજુર થયેલ પ્લાન મુજબ સ્થાનિકે બાંધકામ કરવાની જવાબદારી સી.જી.ડી.સી.આર. મુજબ અરજદારશ્રી તથા આર્કિટેક્ટ/એન્જીનીયરની હોય છે. બાંધકામો પૈકી મંજુર થયેલ પ્લાનથી વિરુધ્ધનું બાંધકામ થયેલ હોય, તેવા બાંધકામોના આર્કિટેક્ટ/એન્જીનીયરને અત્રેથી કુલ ૨૦ નોટીસો પાઠવવામાં આવેલ છે. જે પૈકી એક એન્જીનીયર વિપુલ કે. કાસમપરા નું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલ છે. જેની વોર્ડ વાઈઝ વિગતો આ સાથે એનેક્ષર-સી થી સામેલ રાખેલ છે. તેમ તંત્રએ વિપક્ષના સભ્યના પ્રશ્નોનો સતાવાર ઉતર આપ્યો.
(3:32 PM IST)










