<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં લેપટોપ વિવાદઃ શૈક્ષિક સંઘ અને કુલપતિ સામસામે

નિયમમાં જો અધ્‍યાપકોને લેપટોપની જોગવાઇ હશે તો આપવા વિચારણા

રાજકોટ, તા., ર૦: સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં નવા નિમણૂક પામેલા ૨૧ અધ્‍યાપકોને લેપટોપ મુદ્દે કુલપતિ અને શૈક્ષિક સંઘ સામસામે આવી ગયા છે. જેમાં શૈક્ષિક સંઘની કારોબારી સમિતિ દ્વારા લેપટોપ મુદ્દે  કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. શૈક્ષિક સંઘના અધ્‍યક્ષ ડો. શૈલેષભાઇ પરમાર અને ઉપાધ્‍યક્ષ ડો. રવિસિંહ ઝાલાની આગેવાનીમાં કારોબારી સભ્‍યો કુલપતિ ડો. ઉત્‍પલ જોશી સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્‍યા હતા. જેમાં નવા નિમણૂક પામેલા ૧૨ આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર, ૬ એસોસિયેટ પ્રોફેસર અને ૩ પ્રોફેસરને સરકારની ગ્રાન્‍ટમાંથી લેપટોપ આપવા માટેની માંગણી કરવામાં આવી હતી. જોકે તે સમયે કુલપતિ દ્વારા કહેવામાં આવ્‍યું હતુ કે, યુનિવર્સિટી ઉપર ભારણ વધી જાય તેમ છે.

અધ્‍યાપકોના સંગઠન દ્વારા કહેવામાં આવ્‍યું હતું કે અત્‍યાર સુધી અધ્‍યાપકોને રાષ્‍ટ્રીય ઉચ્‍ચતર શિક્ષા અભિયાનની ગ્રાન્‍ટમાંથી લેપટોપ આપવામાં આવતું હતું તો હવે નવા અધ્‍યાપકોને પણ લેપટોપ આપવામાં આવે. જેથી કુલપતિ દ્વારા કહેવામાં આવ્‍યું કે, હવે પ્રધાનમંત્રી ઉચ્‍ચતર શિક્ષા અભિયાનમાં કોને લેપટોપ આપવા માટેનો નિયમ છે કે કેમ ? તે તપસ્‍યા બાદ આ નિર્ણય લેવામાં આવશે.

(3:47 PM IST)