હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૈષ્ણવાચાર્ય પ.પૂ.ગો.શ્રી વલ્લભરાય મહારાજશ્રીના હસ્તે ‘‘ઓરમ ધી જવેલ્સ''નો દબદબાભર શુભારંભ..
પુષ્ટી માર્ગીય વલ્લભી વૈષ્ણવ સંપ્રદાય મોટા મંદિર, સુરતના ગાદીપતિ

રાજકોટ : શહેરની સોની બજાર ખાતે વર્ષ ૧૯૦૮ થી કાર્યરત કંસારા પોપટલાલ ગોપાલજી દ્વારા સ્થાપિત અને તેમના વારસાને અસ્ખલીત કલા સાધના થકી સર્વોત્તમ ‘કલાકૃતિ'ઓના સર્જકો મે. પ્રાણલાલ પી. કંસારા અને કૃતિ જવેલર્સના નવા યુનિટ સાહસ ‘‘ઓરમ ધી જવેલ્સ'' નો મંગલ શુભારંભ શહેરના ઈન્દિરા સર્કલ, યુનિવર્સીટી રોડ સ્થિત ન્યુ એમ્પાયર સ્કેવર ખાતે પુષ્ટિ માર્ગીય વલ્લભી વૈષ્ણવ સંપ્રદાય મોટા મંદિર, સુરતના ગાદિપતિ વૈષ્ણવાચાર્ય પ.પૂ.ગો. શ્રી વલ્લભરાય મહારાજશ્રીના વરદ હસ્તે દિપપ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવેલ.
આ પ્રસંગે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ સહીત સામાજીક સોની આગેવાનો, જ્ઞાતિ બંધુઓ સહિત કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતા.
‘‘ઓરમ ધી જવેલસ'' માં અદભૂત કલાકારીગીરીના હસ્ત કલાના નિર્મિત ૯૧૬, રર કેરેટ, ૧૮ કેરેટ, હોલમાર્ક અને ૯રપ સ્ટર્લીંગ સીલ્વર હોલ માર્ક જવેલરી અને મનમોહક કલા સાથેનું આર્ટીકલ્સનું વિશાળ કલેકશન હોવાનું ‘‘ઓરમ ધી જવેલ્સ'' ઓનર કિશોરભાઇ ભૂત (મો. ૯૪ર૬૪ ૮ર૦૮૩), ધ્રુવભાઇ ભૂત તેમજ પ્રદિપભાઇ કંસારાએ જણાવ્યું હતું.
‘‘ઓરમ ધી જવેલ્સ'' ના ઉદ્ધાટન અવસરે અંતર્ગત તા. ૧૬/૧૧ થી તા. ર૩/૧૧ સુધી કુલ ખરીદીના બીલ ઉપર ૦.પ%નું ખાસ ડીસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ હોવાનુ યાદીમાં જણાવાયું છે.










