હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સરદાર ન હોત તો હૈદરાબાદના વીઝા લેવા પડતઃ ધનકરજી
સરદારની ૧૫૦મી જયંતી, વંદે માતરમ ૧૫૦મી જયંતી, બિરસા મુંડાની ૧૫૦મી જયંતીએ મહાઉત્સવ સમાન ભાજપના રાષ્ટ્રીય મંત્રી ઓમપ્રકાશજી રાજકોટમાં: મોદીજીનું નેતૃત્વ અજેય, બિહારમાં ઇતિહાસ રચાયો

તસ્વીરમાં ઓમપ્રકાશ ધનકર, પુરૂષોતમ રૂપાલા, ભાનુબેન બાબરિયા, માધવ દવે, રામભાઇ મોકરિયા, રાજુ ધ્રુવ, ડો.દર્શિતાબેન શાહ વગેરે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨.૨૩)
રાજકોટ, તા.૨૦: મોદિત્વ અજેય છે અને રહેશે. બિહારની ચૂંટણીમાં ભાજપ- એન.ડી.એ એ ઐતિહાસિક પરિણામો પ્રાપ્ત કર્યા એ લોકશ્વિાસનો ચમત્કાર છે. આ શબ્દો ભાજપના રાષ્ટ્રીય મંત્રી ઓમપ્રકાશ ધનકરજીના છે.
રાજકોટ પ્રવાસે આવેલા ધનકરજીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ વર્ષે સરદાર પટેલની ૧૫૦મી જયંતી, બિરસા મુંડાની ૧૫૦મી જયંતી અને વંદેમારતમ રાષ્ટ્રીય ગાનની પણ ૧૫૦મી લેખન જયંતી ત્રણે સાથે ઉજવાય એ વિશિષ્ટ સંકેત છે. સરદાર ન હોત તો હૈદરાબાદના વીઝા લેવા પડત.
હરિયાણાના રાજકારણના એક જાણીતા ચહેરો, ઓમપ્રકાશ ધનકર ભારતીય જનતા પાર્ટી (BJP) ના એક વરિષ્ઠ નેતા અને સંગઠનકર્તા છે. તેમનો જન્મ ૧ ઓગસ્ટ, ૧૯૬૧ ના રોજ ઝજ્જર જિલ્લાના ઢકલા ગામમાં થયો હતો. ધનકરજીની વિચારધારા અને કારકિર્દી ખેડૂત કલ્યાણ, શિક્ષણ અને રાષ્ટ્રવાદી સંગઠન પર ડો પ્રભાવ દર્શાવે છે.
તેમણે ૧૯૭૮ થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સક્રિય જોડાણ દ્વારા પોતાના જાહેર જીવનની શરૂઆત કરી અને વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) માં પણ મહત્વનું યોગદાન આપ્યું. રાજકારણમાં આવતા પહેલા, તેઓ ભૂગોળના વ્યાખ્યાતા પણ હતા, જે શિક્ષણ પ્રત્યેના તેમના લગાવને દર્શાવે છે.
ધનકરજીની રાજકીય કારકિર્દીમાં ખેડૂત કલ્યાણ મુખ્ય વિષય રહ્યો છે. તેઓ બે વખત ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂકયા છે, જ્યાં તેમણે ખેડૂતોના હિતો માટે નીતિગત સુધારાઓની હિમાયત કરી છે, જેમાં એમ.એસ. સ્વામિનાથન કમિશનની ભલામણોનો અમલ મુખ્ય છે. ૨૦૧૪ થી ૨૦૧૯ દરમિયાન, તેમણે હરિયાણા સરકારમાં કળષિ, પશુપાલન અને મત્સ્યોદ્યોગ સહિતના મહત્વના વિભાગોના કેબિનેટ મંત્રી તરીકે સફળતાપૂર્વક સેવા આપી.
સંગઠનાત્મક સ્તરે, તેમણે ૨૦૨૦ થી ૨૦૨૩ સુધી ભાજપ, હરિયાણાના પ્રમુખ તરીકે પાર્ટીનું સફળતાપૂર્વક નેતળત્વ કર્યું. હાલમાં, ઓમપ્રકાશ ધનકરજી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સચિવનું મહત્વપૂર્ણ પદ સંભાળી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરે, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ, સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે લોખંડ સંગ્રહ કરવાવાળી કમિટીના રાષ્ટ્રીય સંયોજક તરીકે પણ સેવા આપીને એકતા પ્રત્યેનું પોતાનું સમર્પણ દર્શાવ્યું હતું.










