<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

રાજકોટ આહિર સમાજે મોભી ગુમાવ્યા : સ્વ. મનુભાઈ શિયાળનું બેસણું યોજાયું, 'હસતા મુખે સૌને આવકારતા મનુભાઈ હવે માત્ર યાદોમાં'

કાલાવડ રોડ સ્થિત શ્રી જોગેશ્વર મહાદેવ મંદિર ખાતે સમાજના અગ્રણીઓ અને સ્નેહીજનો મોટી સંખ્યામાં ઉમટ્યા : અકસ્માતમાં દુઃખદ નિધન પામેલા સ્વર્ગસ્થને અશ્રુભીની આંખે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંસુમન અપાયું

ધ્રોલ, સંજય ડાંગર અહેવાલ : રાજકોટ આહિર સમાજના મોભી સ્વ. મનુભાઈ પાંચાભાઈ શિયાળનું અકસ્માતમાં દુઃખદ નિધન થતાં સમગ્ર સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્વ. મનુભાઈના આકસ્મિક અવસાન બાદ આજે, કાલાવડ રોડ સ્થિત શ્રી જોગેશ્વર મહાદેવ મંદિર ખાતે તેમનું બેસણું યોજવામાં આવ્યું હતું.
સમાજસેવા અને પ્રેમાળ સ્વભાવની સ્મૃતિ
આ શોકસભામાં સમાજના અગ્રણીઓ, રાજકીય નેતાઓ અને સ્નેહીજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સ્વર્ગસ્થને શ્રદ્ધાંસૂમન અર્પણ કર્યા હતા. દરેકની આંખો ભીની હતી અને આ મુશ્કેલ ઘડીમાં સૌએ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
ઉપસ્થિત સૌએ જણાવ્યું હતું કે સ્વ. મનુભાઈ શિયાળની નિષ્ઠાપૂર્વકની સમાજસેવા અને તેમનો પ્રેમાળ સ્વભાવ, જેનાથી તેઓ સૌને હસતા મુખે આવકારતા હતા, તે હંમેશાં સૌની સ્મૃતિમાં જીવંત રહેશે. અશ્રુભીની આંખે સૌએ સ્વર્ગસ્થ મનુભાઈને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

 

(6:57 PM IST)