તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ રાજકોટ પ૪પ.૦૭ કરોડના વિકાસ કામોની ભેટ
તા. રર નાં ડૉ. શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથા - પ્રદર્શનનો શુભારંભ : સવારે ૧૧ કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં સંયુકત ડાયસ કાર્યક્રમ

રાજકોટ, : રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના રૂ.૫૪૫.૦૭ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા.૨૨ના રોજ સવારે ૧૧ કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ રાજકોટ ખાતે યોજાશે તેમજ ડૉ. શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથા - પ્રદર્શનનો શુભારંભ તા.૨૨ સવારે ૧૦:૩૦ કલાકે ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. તેમ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, હાઉસીંગ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભરના સંયુક્ત યાદીમાં જણાવે છે.
(2:04 PM IST)










