News of Friday, 21st November 2025
સસ્તા અનાજના દુકાનદારોના કમીશન-તુવેરદાળ-ચણાના ૭૪ કરોડ પુરવઠા તંત્રમાં ફસાયા : હજારો દુકાનદારોમાં પ્રચંડ રોષ
હજુ નવેમ્બર માસની દાળ અપાઇ નથી ત્યાં ડિસેમ્બરના જથ્થા માટે નાણા ભરવાનું જણાવતા દેકારો

રાજકોટ ,તા. ર૧ : સસ્તા અનાજના દુકાનદાર એસો.ના હોદેદારશ્રી હિતુભા જાડેજાએ ઉમેર્યુ છે કે, ગુજરાત રાજ્યના વ્યાજબી ભાવના દુકાનદારોને અનાજ તથા જુદીજુદીઓ જન્સીઓના વિતરણના બદલામાં ચૂકવવાનુ થતું કમિશન કયારેય સમયસર ચૂકવવામાં આવતું નથી ગત ઓક્ટોબર માસનું કમિશન અડધું ચૂકવાયું છે અને અડધું કમિશન ચૂકવવાનું હજુ બાકી છે.
ગુજરાત રાજ્યના વ્યાજબી ભાવના દુકાનદાર ભાઈઓએ ઓક્ટોબર માસમાં છે માટે તે દાળના પૈસા ભર્યા છે તે દાળનો જથ્થો અલોટ ન થયો હોવાના કારણે વેપારી ભાઈઓના આ પૈસા ફસાયા છે તે તેમને પરત કરવામાં આવ્યા નથી આમ કમિશન અને રિફંડ બંનેના નાણાં ફસાયા હોય આગામી માસના વિતરણ માટે રાજ્ય સરકાર દ્વારા અપાતી પરમીટના નાણા ભરવા માટે વેપારી ભાઈઓ મૂંઝવણમાં ફસાયા છે.
વેપારી ભાઈઓને જે કમિશન ચૂકવવામાં આવે છે એ કમિશન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અડધું અડધું ચૂકવવામાં આવે છે આ સિવાયનું રાજ્ય સરકાર દ્વારા જે વધારાનું કમિશન તથા મિનિમમ કમિશન માટેની તફાવતની રકમ ચૂકવવામાં આવે છે એ જ રકમ ચૂકવાઇ ગઈ છે પરંતુ રેગ્યુલર કમિશન અને કુપન ક્રેડિટ કે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ૫૦-૫૦ ટકા ચૂકવવામાં આવે છે તે ઓક્ટોબર માસ માટે બિલકુલ ચૂકવવામાં આવી નથી.
આમ સસ્તા અનાજના વેપારીઓના આશરે રૂપિયા ૧૪ કરોડ ઓક્ટોબર ૨૦૨૫ ના મહિના નું અડધું કમીશન તેમજ આશરે રૂપિયા ૬૦ કરોડ નવેમ્બર ૨૦૨૫ માટે તુવેરદાળ અને ચણા ના ભરેલા નાણાં પણ ફસાયા છે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સમક્ષ ગંભીર નાણાકીય અને વિતરણ સંબંધિત પ્રશ્નો ઉકેલાતા નથી સાથે રાજ્યભરના હજારો સસ્તા અનાજના દુકાનદારો હાલમાં નાણાકીય સંકટ અને વહીવટી અવ્યવસ્થાનો સામનો કરી રહ્યા છે ઓક્ટોબર ૨૦૨૫ મહિનાનું ૫૦્રુ થી વધુ કમિશન હજીસુધી દુકાનદારોને ચૂકવવામાં આવ્યું નથી.
નવેમ્બર ૨૦૨૫ મહિનાના વિતરણ માટે દુકાનદારોએ તુવેરદાળના નાણાં નિયમ મુજબ સમયસર ભરપાઈ કરી દીધા છે છતાં દુઃખની વાત એ છે કે નવેમ્બર મહિનાનું વિતરણ લગભગ પૂર્ણ થવા આવ્યું હોવા છતાં સરકારે નાણાં ભર્યા બાદ પણ આ જથ્થો દુકાન સુધી પહોંચાડ્યો નથી આના કારણે ગ્રાહકોને સમયસર મળવાપાત્ર જથ્થો આપી શકાયો નથી અને દુકાનદારો ને ગ્રાહકોના રોષનો ભોગ બનવું પડે છે ગુજરાત ભરના સસ્તા અનાજ ના દુકાનદારોના આશરે ૬૦+ ૧૪= ૭૪ કરોડ રૂપિયા જેવી માતબર રકમ સરકારમાં ફસાયેલા છે આ નાણાં ચુકવવા ની વાત તો દૂર રહી તેને બદલે પુરવઠા વિભાગ દ્વારા ડિસેમ્બર ૨૦૨૫ મહિના માટે ફરીથી તુવેરદાળ અને ચણાની પરમિટ મૂકી તા-૨૯ સુધી નાણા ભરી દેવા દુકાનદારો ને જણાવ્યું છે જેના માટે વેપારીઓએ ફરીથી લગભગ તેટલી જ રકમ ભરવાની થાય છે ત્યારે જૂના નાણાં ફસાયેલા હોય અને જથ્થો ન મળ્યો હોય ત્યારે ડીસેમ્બર ૨૫ ના નવા જથ્થા માટે નાણાં ભરવાનું જણાવવું તે વેપારીઓ માટે અન્યાયી અને આર્થિક બોજરૂપ છે, કમીશન નથી મળ્યું ભરેલી રકમનો જથ્થો નથી મળ્યો અને નવા નાણાં ભરવા માટે ની તારીખો આપવી આવા દરેક પ્રશ્નનો ને લઇ દુકાનદારો માં રોષ ફેલાયો છે. (૯.ર૭)
(3:02 PM IST)










