તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
આઝાદી પૂર્વેના રાજકોટની મોડર્ન સીટી બનવા સુધીની સફર પ્રદર્શન ખુલ્લુ મુકાશે
કાલે મુખ્યમંત્રી રાજકોટમાં : પ૪પ.૦૭ કરોડના વિવિધ કામોના લોકાર્પણ-ખાતમુહુર્ત : આવતીકાલથી એક મહિનો ર૧ ડિસેમ્બર સુધી આયોજન : સંતોષનગર વિસ્તારમાં નવનિર્મિત કોમ્યુનીટી હોલ, અરવિંદભાઇ મણીયાર હોલ તથા ભાદર ડેમ પાઇપ લાઇન શીફટીંગ તથા માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડનું રીનોવેશન સહિતની સુવિધા મળશે

રાજકોટ, તા. ર૧, મહાનગરપાલિકા દ્વારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથા- પ્રદર્શનનો શુભારંભ તા.૨૨ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના રૂ.૫૪૫.૦૭ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો પણ મુખ્યમંત્રીના હસ્તે તા.૨૨ ના સવારે ૧૧:૦૦ કલાકે પુ. પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ રાજકોટ ખાતે થશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. તેમ
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથાઙ્ઘ પ્રદર્શનનું તા.૨૨ થી તા.૨૧ સુધી આયોજન કરવામાં આવેલ છે. આ પ્રદર્શન ગોઠવવાની કામગીરીમાં પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર, નાયબ મ્યુનિસિપલ કમિશનર તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ છેલ્લા વીસ દિવસથી દિવસ-રાત જોયા વગર સખત મહેનત કરી રહી છે.
રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથા પ્રદર્શન
આઝાદી પૂર્વેના રાજકોટ શહેરની આજે મોડર્ન સિટી બનવા સુધીની શાનદાર સફરની ઝાંખી પ્રસ્તુત કરતું આ પ્રદર્શન ખરા અર્થમાં વિશિષ્ટ બની રહેશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સનેઃ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્યએ વિકાસની દિશામાં તેજ રફતાર હાંસલ કરી. તેમના દૂરંદેશીપૂર્ણ શાસન દરમિયાન ગુજરાતના શહેરોના વર્ષો જુના પશ્નોના નિરાકરણ લાવવા સને : ૨૦૦૫ માં શહેરી વિકાસ વર્ષની ઉજવણી સાથે સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને ત્યારબાદથી આજ સુધી શહેરી વિકાસ યાત્રા અવિરત આગળ ધપી રહી છે. શહેરી વિકાસ અંતર્ગત પાણી, ડ્રેનેજ, આવાસો, બી.આર.ટી.એસ. પરિવહન, બ્રિજ, નાગરિક કેન્દ્રિત સુવિધાઓ-વેરા વસૂલાત-હિસાબી પધ્ધતિ, ઈ-ગવર્નન્સ અને એમ-ગવર્નન્સ સહિતના રિફોર્મ્સ થકી રાજકોટના વિકાસે પ્રગતિના પથ પર ઝડપી રફતાર હાંસલ કરી જે આજ પર્યંત યથાવત જળવાઈ રહી છે. જોકે આ સફરમાં સનેઃ૨૦૦૫ થી ૨૦૨૫ સુધીના ૨૦ વર્ષમાં નવાનવા આયામો અને અનેક મહત્વાકાંક્ષી આયોજનો અમલમાં મુકાયા તેની લોકોને અનુભૂતિ થઇ. એક એવી ધારણા છે કે, વર્ષઃ૨૦૪૭ સુધીમાં ગુજરાતમાં શહેરીકરણનું પ્રમાણ ૭૦ ટકા આસપાસ પહોંચશે અને એ સ્થિતિ માટે શહેરોને સુસજ્જ કરવા માટે થઇ રહેલા પ્રયાસોને હવે વધુ ને વધુ વેગ પ્રાપ્ત થશે.
આશરે ચાર સૈકાઓની ઐતિહાસિક સફરના સાક્ષી રહેલા રાજકોટ શહેરની વિકાસ યાત્રા અને પ્રગતીની ઝલક ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી સંકુલની કુલ ૬ ગેલેરીમાં રાજકોટનો ઐતિહાસ વારસો રાજકોટની વિશિષ્ટા, રાજકોટની રેડ ફોર્ટ સુધીની ઐતિહાસિક સફર, વર્ષ-ર૦૦પ થી ર૦રપ સુધીની રાજકોટનસ સફર વિવિધ સેક્રટરનો વિકાસ શહેરનો વિકાસ આયોજિત આ પ્રદર્શનમાં જોવા મળશે.
આવાસ ડ્રો
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ કુલ-૭૦૯ આવાસો લાભાર્થીઓને ફાળવવા અંગે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો (LIG-2BHK 137, EWS2-1.5BHK 44, EWS1-1BHK 528= TOTAL 709)
મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ.૫૪૫.૦૭ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનાં ઇ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. જેમાં રૂ.૫૨૨.૫૦ કરોડના ૪૯ કામના ખાતમુહૂર્ત તથા રૂ.૨૨.૫૭ કરોડના ૬ કામના લોકાર્પણ થનાર છે સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઙ્કપ્રધાનમંત્રી આવાસ યોજનાઙ્ઘ અંતર્ગત નિર્માણ પામેલ કુલ ૭૦૯ આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્યુટરાઇઝ્ડ ડ્રો (LIG-2BHK 137, EWS2-1.5BHK 44, EWS1-1BHK 528= TOTAL 709) કરવામાં આવનાર છે.
વકિર્ંગ વુમન હોસ્ટેલ
વોર્ડ નં. ૧ માં અટલ સ્માર્ટ સિટી વિસ્તારમાં રૂ.૪૪.૨૮ કરોડના ખર્ચે ર્વકિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું કામ
અટલ સ્માર્ટ સીટી - રાજકોટમાં નવી બનાવવામાં આવનાર ર્વકિંગ વુમન હોસ્ટેલની વિગતો
લોકેશન :- ટી.પી.સ્કીમ ન.-૩૨ (રૈયા), ઓં.પી.ન.-૬૧, એફ.પી.ન.-૬૧(પાર્ટ), લાઈટ હાઉસ/એસ.ટી.પી.ની સામે, અટલ સ્માર્ટ સીટી,
આ હોસ્પટેલ પ્લોટ એરિયા : ૮,૧૧૦ ચો.મી.
બિલ્ટ-અપ એરિયા : ૧૧,૦૦૪ ચો.મી.
મંજુર ખર્ચ :- રૂ..૪૪,૨૭,૭૭,૩૦૦
બિલ્ડીંગની સંખ્યા : ૦૨
માળની સંખ્યા G+4 સહિતના કામગીરી શરૂ થયેથી અંદાજીત ર વર્ષ નો સમય લાગશે.
ભાદર ડેમ
પાઇપલાઇન શીફટીંગ
શહેરને પીવાનું પાણી પુરૂ પાડતાં ભાદર ડેમની જુની પાઇપલાઇનના સ્થાને ગોંડલ નેશનલ હાઇવે પર કુલ રૂ.૧૪૮.૮૨ કરોડના ખર્ચે ૪૩.૧૧ કિ.મી. વિસ્તારની પાઇપલાઇન નવી નાખવામાં આવનાર છે. આ કામથી શહેરીજનોને પીવાનું શુધ્ધ અને પુરતા ફોર્સ સાથે પાણી વિતરણ કરી શકાશે તેમજ લાઇન/વાલ્વ લીકેજ, વોટર લોસના પ્રશ્નો હલ થશે.
માધાપર વિસ્તારમાં કુલ રૂ.૩૧.૭૫ કરોડના ખર્ચે ૨૪.૧૯ એમ.એલ. નો જી.એસ.આર., ૩ એમ.એલ. નો ઇ.એસ.આર. પમ્પીંગ સ્ટેશન તથા તેને સંલગ્ન ઈલે.-મિકે. કામ ૨ (બે) વર્ષના O & M સાથેના કામ.
રાજકોટ મહાનગરપાલિકા-વેસ્?ટ ઝોન હેઠળનો ૧૫૦ ફુટ રિંગ રોડ-ર (કટારીયા ચોક-કાલાવાડ રોડ-કણકોટ ચોક) રૂ.૩૧.૦૫ કરોડના ખર્ચે ડેવલપ કરવાનું કામ (પેકેઝ-૩).
વોર્ડ નં.-૧૧માં ટી.પી.સ્કીમ નં.-ર૭, એફ.પી.નં.-ર(બી.)માં મવડી સ્?મશાનથી આગળ કણકોટ રોડ પર ગોલ ટવીન્સ બિલ્ડીંગ પાસે કોમ્યુનીટી હોલ બનાવવાનું કામ. રૂ. ૨૬.૯૭ કરોડ
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૬ માં ભાવનગર રોડ પર બેડીપરા વિસ્તાર આવેલ ફાયર સ્ટેશનનું રીડેવલપમેન્ટ કરવાનું કામ રૂ. ૨૬.૦૬. કરોડ
ન્યારી-૧ ડેમ ખાતે ૧૫૦ MLD નો ઇન્ટેક વેલ બનાવવાનું કામ.(બે વર્ષ ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે) રૂ. ૨૧.૯૦ કરોડ
વોર્ડ નં.-૧રમાં ટી.પી.સ્કીમ નં.-૧૫ (વાવડી), એફ.પી.નં.-ર૦(એ.)માં તપન હાઇટ્સ પાસે ફાયર સ્ટેશન બનાવવાનું કામ રૂ. ૨૦.૦૬ કરોડ
ન્યારા હેડ વર્કસ ખાતે ૩૪.૨૭ MLનો GSR બનાવવાનું કામ. રૂ. ૧૮.૧૭ કરોડ
વોર્ડ નં.-૧૧માં ટી.પી.સ્કીમ નં.-ર૭માં આવેલ એફ.પી.નં.-૧૯/એ.માં લાયબ્રેરી બનાવવાનું કામ. રૂ. ૧૫.૯૮ કરોડ
વોર્ડ નં.૦૩ માં સફાઇ કામદાર માટે જામનગર રોડ પર કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ રૂ. ૮.૭૦ કરોડ
રેસકોર્ષ સંકુલ ખાતે આવેલ માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડીયમના પેવિલિયનનું નવીનીકરણ કરવાનું કામ રૂ. ૬.૧૧ કરોડ
મુંજકા હેડવર્કસ ખાતે નવો ૧૦.૫ એમ.એલ. કેપેસીટીનો ઞ્લ્ય્ બનાવવાનું કામ રૂ. ૫.૫૩ કરોડ સહિતના કામોમાં ખાતુમર્હુત થશે.
કયા કયા કામોનો
લોકાર્પણ થશે
૧. વોર્ડ નં ૧ માં સંતોષ પાર્ક મેન રોડ પર કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ ૧૨૦૮.૦૦
૨. વાવડી હેડ વર્કસ ખાતે ૧૨.૧૭ MLનો GSR બનાવવાનું કામ. ૪૯૩.૦૦
૩. વોર્ડ નં.૩ માં આવેલ જયુબેલી ગાર્ડનમાં અરવિંદભાઇ મણિયાર હોલ રીનોવેશન કરવાનું કામ. ૪૫૮.૦૦
૪. ઈસ્ટ ઝોન વિસ્તારમાં યોગ સ્ટુડિયો ૩૫.૦૦
૫. વોર્ડ નં.૩ માં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની ૩ - બ ની નવી વોર્ડ ઓફિસ બનાવવાનું કામ. ૩૩.૦૦
૬. વોર્ડ નં.૩ માં બેડીનાકા ખાતે ૩ - અ ની વોર્ડ ઓફિસ નવી બનાવવાનું કામ. ૩૦.૦૦ કુલ ૨૨૫૭.૦૦
આ કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કળષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, પ્રોટોકોલ તથા રાજકોટ જીલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, લોકાર્પણ ખાતમુહૂર્ત લગત સમિતિના ચેરમેન સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, હાઉસીંગ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, શહેરના હોદેદારો, મહાનુભાવો, મહાનગરપાલિકાના કોર્પોરેટરો, મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેશે.
રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, હાઉસીંગ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર જણાવે છે.
(3:37 PM IST)










