તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
ભગવતીપરામાં ‘જાવલા-ગવલા ગેંગ'ના ૧૦ શખ્સોની ‘ખો' ભુલાવતી બી-ડિવીઝન પોલીસ
જુની અદાવતમાં બે મિત્રોને આંતરી રિક્ષામાં તોડફોડ કરી એકના પગ ભાંગી નાંખ્યા હતાં : જાવીદ ઉર્ફ જાવલો સોઢા, ગોૈરાંગગીરી ઉર્ફ ગવલો ગોસ્વામી, તેના સાગ્રીતો ઉમેશ વિંઝવાડીયા, મિહીર વાઘેલા, આશિષ વાઘેલા, શૈલેષ ઉર્ફે ગાંડો ઉર્ફે માસ ડાભી, સંજય સારલા, સંજય સારલા, ઋત્વીક ઉર્ફ ખાન ડાભી, કિશન ડાભી અને બાદલ માનસુરીયાની પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ સોલંકી, નરેશભાઇ, ક્રિપાલસિંહ સહિતે ધરપકડ કરી આકરી પુછતાછ કરી ઈરાનથી ઓઈલ ટ્રાન્સપોર્ટ કરવા મામલે કાર્યવાહીઃ અમેરિકાએ બે ભારતીય કંપની પર લગાવ્યો પ્રતિબંધ

ઓઈલ પર રોક લગાવા માટે ૧૭ કંપનીઓ વ્યકિતઓ અને જહાજો પર પ્રતિબંધ લગાવ્યો
રાજકોટ તા. ૨૧: બે દિવસ પહેલા શહેરના ભગવતીપરામાં જુના મનદુઃખને લીધે બે મિત્રોની રિક્ષાને આંતરી છથી સાત શખ્સોએ હુમલો કરી એક યુવાનને ધોકા-પાઇપના ઘા મારી બંને પગ ભાંગી નાંખતા અને રિક્ષામાં પણ તોડફોડ કરતાં પોલીસ દોડી ગઇ હતી. ભગવતીપરાના જાવલા-ગવલાની ટોળકીએ આ હુમલો કર્યાનું ખુલતાં ગુનો નોંધાયો હતો. આ ટોળકીના ૧૦ શખ્સોને બી-ડિવીઝન પોલીસે ઝડપી લઇ આકરી કાર્યવાહી કરી હતી. દરમિયાન દસેયને ભગવતીપરામાં ઘટના સ્થળે લઇ જઇ પુછપરછ, રીકન્સ્ટ્રક્શનની કાર્યવાહી કરવામાં આવતાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં.
આ ગુનામાં બી-ડિવીઝન પોલીસે જાવીદ ઉર્ફ જાવલો હનીફભાઇ સોઢા (ઉ.વ.૩૦-રહે. ભગવતીપરા-૯), ગોૈરાંગગીરી ઉર્ફ ગવલો અરવિંદગીરી ગોસ્વામી (ઉ.વ.૩૪-રહે. ભગવતીપરા-૧૧) તથા તેની સાથેના ઉમેશ ધનજીભાઇ વીંઝવાડીયા (ઉ.વ.૨૨-રહે. મોરબી રોડ વેલનાથપરા-૨૦), મિહીર જગદીશભાઇ વાઘેલા (ઉ.વ.૨૨-રહે. ભગવતીપરા-૯), આશિષ જગદીશભાઇ વાઘેલા (ઉ.વ.૨૨-રહે. ભગવતીપરા-૯), શૈલેષ ઉર્ફ ગાંડો ઉર્ફ માસ અવચરભાઇ ડાભી (ઉ.વ.૨૫-રહે. વેલનાથપરા-૫), સંજય કાનજીભાઇ સારલા (ઉ.વ.૨૧-રહે. મોરબી રોડ જકાતનાકા સુર્યમુખી હનુમાનજી પાસે), ઋત્વીક ઉર્ફ ખાન મુકેશભાઇ ડાભી (ઉ.વ.૨૦-રહે. મોરબી રોડ વેલનાથપરા-૨૦), કિશન સુરેશભાઇ ડાભી (ઉ.વ.૨૦-રહે. હુડકો ચોકડી રણુજાનગર મેઇન રોડ અને બાદલ ગોપાલભાઇ માનસુરીયા (ઉ.વ.૨૩-રહે. વેલનાથપરા-૧૬/૧૮)ની ધરપકડ કરી આકરી પુછતાછ કરી હતી.
આ બનાવની વિગત એવી છે કે ભગવતીપરા હુશેનીયા મસ્જીદ પાસે રહેતો સમીર અયુભાઇ સોરા (ઉ.વ.૨૭) બપોરે તેના મિત્ર સિકંદર હારૂનભાઇ રાઉમાની રિક્ષામાં બેસી તેની સાથે ચા પીવા ગયો હતો. બાદમાં બપોરે બારેક વાગ્યે આ બંને ચા પી પરત ઘર તરફ જતાં હતાં ત્યારે આઝમ ચોકમાં ધોકા-પાઇપથી છએક શખ્સો તૂટી પડતાં સમીરને બંને પગમાં ગંભીર ઇજા થઇ હતી. તેમજ માથા, શરીરે ઇજાઓ પહોંચી હતી. આ ઉપરાંત હુમલાખોરોએ સિકંદરની રિક્ષામાં પણ તોડફોડ કરતાં લોકોના ટોળા ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. હુમલામાં ઘાયલ થયેલા સમીર સોરાએ જણાવ્યું હતું કે તે ૧૮મીએ મિત્ર સિકંદર સાથે ચા પીવા તેની રિક્ષામાં ગયો હતો. અમે બંને પરત ઘરે જતાં હતાં ત્યારે આઝમ ચોકમાં અમને ભગવતીપરાના જાહીદ ઉર્ફ જાવલો યુસુફભાઇ, ગોૈરાંગ ઉર્ફ ગવલો બાવાજી, મંડપ સર્વિસવાળાના ત્રણ છોકરા સહિતનાએ આંતરી લીધા હતાં. અમે કંઇ સમજી એ પહેલા રિક્ષા ઉપર ધોકા-પાઇપના ઘા કરી તોડફોડ કરવામાં આવી હતી. મને જાવલો, ગોૈરવ સહિતે તું કેમ સિકંદર ભેગો રખડે છે તેમ કહી હુમલો કરી ધોકા-પાઇપના ઘા ફટકારતાં મને ગંભીર ઇજા થઇ હતી.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે આ ગુનામાં પકડાયેલા ૧૦ આરોપીઓને ઘટના સ્થળે લઇ જઇ પુછપરછ કરતાં કાર્યવાહી નિહાળવા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની રાહબરીમાં પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ જે. આર. સોલંકી, નરેશભાઇ ચાવડા, ક્રિપાલસિંહ જાડેજા, જગમાલભાઇ જાદવ, હિરેનભાઇ ધડુક, સુખદેવભાઇ દાતી સહિતની ટીમે આ કામગીરી કરી હતી. (૧૪.૧૪)
જાવલા-ગવલા અને તેની ગેંગના બીજા આઠ મળી દસેયને બી-ડિવીઝન પોલીસે ભગવતી પરામાં ઘટના સ્થળે લઇ જઇ પુછતાછ કરી હતી ત્યારના દ્રશ્યો જોઇ શકાય છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(3:54 PM IST)










