<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

રાજકોટમાં SIRમાં અન્‍યાય સામે કોંગ્રેસ મેદાનમાં

અન્‍યાય સામે કોર્ટ કાર્યવાહી થશેઃ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાઓનું એલાનઃ સમગ્ર કાર્યવાહી પર નજર રખાશે

કોંગ્રેસ નેતાઓ ડો.રાજદિપસિંહ જાડેજા, ઇન્‍દ્રનીલ રાજગુરૂ, અતુલ રાજાણી, જસવંતસિંહ ભટ્ટી વગેરે નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૨૧: રાજકોટમાં SIR કામગીરી સામે અન્‍યાય મુદે કોંગ્રેસ મેદાનમાં આવી ગઇ છે. પત્રકાર પરિષદમાં આગેવાનોએ માહિતી આપી હતી.

રાજ્‍યમાં SIR ની મતદાર યાદીની કામગીરી તારીખ ૪/૧૧ થી શરૂ કરવામાં આવી છે ગુજરાતના ચૂંટણીપંચ દ્વારા અનેકાનેક જાહેરાતો કરવામાં આવી હતી જેથી આમ લોકોને કોઈ મુશ્‍કેલીનો સામનો ન કરવો પડે પણ શહેર ની કામગીરી શરૂ થતા અમોને રાજકોટ શહેરની જનતા વચ્‍ચેથી જે ફરિયાદો મળી છે તેમાં લોકો કયાંક ને કયાંક બીએલો દ્વારા અપાતી માહિતી અલગ અલગ હોવાનું જાણવા મળેલ છે જેથી એવું સ્‍પષ્ટ લાગે છે કે સરકારી તંત્ર દ્વારા જે સરકારી બીએલો નિમવામાં આવેલ છે તેની સંપૂર્ણ એસઆઈઆર ની ટ્રેનિંગ થવી જોઈએ તે કરવામાં આવી નથી સંપૂર્ણ માહિતી બીએલઓ પાસે હાલ ઉપલબ્‍ધ નથી જે ૫૦% પાસે જ છે બાકી ૫૦% અધૂરી માહિતીના પગલે પ્રોબ્‍લેમ થઈ રહ્યા છે તેવું લોક ફરિયાદમાં જણાવ્‍યું છે. વર્ષ ૨૦૦૨ ની મતદાર યાદીમાં નામ ન હોય તેનું સ્‍પષ્ટીકરણ બીએલઓ પાસે કે સરકારી તંત્ર પાસે નથી સિનિયર સિટીઝન કે વધુ ઉમરના વળદ્ધ હશે તે જન્‍મનો દાખલો ન હોય તો પણ નામ નોંધણી કરવી જોઈએ આધાર કે પાનકાર્ડ માં જન્‍મ તારીખ હોય તો નામ નોંધવું જોઈએ જે બીએલઓ ફોર્મ લઈ ગયા છે તે કોઈ જાતની રસીદ આપતા નથી તો અમારી લોકોને અપીલ છે કે બીએલઓની ફોર્મ આપતી વખતે રિસીવ કોપીમાં સહી લેવી. ભાડે રહેનારા અથવા મકાન બદલનારાનું કોઈ સ્‍પષ્ટીકરણ હાલ છે નહીં.

 અમારી જાણ મુજબ છેલ્લે ગાઈડલાઈન આવેલ છે તેમાં કોઈ મતદારોને જો ફોટા ચેન્‍જ કરવા હોય તો ફોટા લગાડી શકે બાકી જો કોઈ મતદારને ફોટા ચેન્‍જ કરવા ન હોય તો વગર ફોટાએ પણ ફોર્મ સબમીટ કરવું જે થતું નથી અને ફોટાનો હઠાગ્રહ રાખવામાં આવે છે. એવું અમારી જાણમાં આવેલ છે.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તારીખ ૪/૧૨ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ વાઇઝ અને બુથ વાઈઝ ક્રોસ વેરીફીકેશન કરવામાં આવશે અને મતદારોના નામ ચડાવવામાં આવેલ નહીં હોય કે મતદારોના જે નામ ડીલીટ કરવાના થતા હોય તે નહીં કરવામાં આવેલ હોય તો કોંગ્રેસ દ્વારા લીગલ એક્‍શન માટે લીગલ અભિપ્રાય મેળવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની જવાબદાર અધિકારીઓ નોંધ લેવી જેથી કરીને કોઈના ખોટા નામ ન આવે અને કોઈ ખોટા નામ ચડી ન જાય કે ડમી નામો નીકળી જાય આ માટે કોંગ્રેસ દ્વારા પ્રયત્‍ન કરવામાં આવશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સિનિયર લીડરોની જિલ્લા અને શહેર આગેવાનોની વર્ણી પણ એસઆઈઆર ની કામગીરીને લઈને કરવામાં આવે છે અને આ કામગીરી ગંભીર રીતે પ્રદેશ કક્ષાએથી નોંધ લેવામાં આવી છે સરકારી તંત્ર દ્વારા મતદારોના નામ બેવડાયા હોય તો તેવા મતદારો અંગે કોઈ સ્‍પષ્ટીકરણ કરવામાં આવ્‍યું નથી. 

આજની પત્રકાર પરિષદમાં પૂર્વ ધારાસભ્‍ય ઇન્‍દ્રનીલ રાજગુરુ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા, અતુલ રાજાણી, વશરામભાઈ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી, ડી પી મકવાણા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા

(4:11 PM IST)