તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
આગામી તા.રપ થી રાજકોટમાં રાજયકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન


રાજકોટ, તા. ર૧: ગુજરાત સરકારના, રમતગમત યુવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ યુવક સેવા અને સાંસ્કળતિક પ્રવળતિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કળતિક પ્રવળતિઓની કચેરી, રાજકોટ દ્વારા રાજ્યાકક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન તા.૨૫/૧૧/૨૦૨૫ થી તા. ૨૮/૧૧/૨૦૨૫ દરમ્યાન સમય બપોરે ૨:૦૦ થી રાત્રે ૮:૦૦ કલાક દરમ્યાન હેમુ ગઢવી નાટયગળહ, ટાગોર માર્ગ, રાજકોટ ખાતે કરાયું છે. જેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાંથી પ્રથમ ક્રમે વિજેતા થયેલ અર્વાચીન ગરબા, પ્રાચીન ગરબા અને રાસ સ્પર્ધાની ટીમો રાજ્યકક્ષા નવરાત્રી રાસ - ગરબા સ્પર્ધામાં ભાગ લેવા આવનાર છે આ હરીફાઇમાં ભાગ લેનાર ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા રાજકોટની કલાપ્રેમી જનતાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે. આ સ્પર્ધા નિહાળવા માટે વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવશે
(4:13 PM IST)










