તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
બેભાન હાલતમાં ૪ લોકોના મોત
લોધેશ્વર સોસાયટીના ભરતભાઇ, મેમણ કોલોનીના મુનાફભાઇ, આંબેડકરનગરના નાજાભાઇ અને ત્રંબા-ઢાંઢીયાના મુકેશભાઇએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૨: શહેરના ગોંડલ રોડ પર લોધેશ્વર સોસાયટી-૮માં રહેતાં ભરતભાઇ અર્જુનભાઇ ઝરીયા (ઉ.વ.૪૪) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તે ચાર ભાઇમાં નાના હતાં અને સંતાનમાં બે દિકરી તથા એક દિકરો છે. તે ફુલહારનો ધંધો કરતાં હતાં. પેટમાં પાણી ભરાઇ જવાની બિમારી હોવાનું સગાએ કહ્યું હતું. આ અંગે માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.
બીજા બનાવમાં દૂધની ડેરી પાસે મેમણ કોલોનીમાં રહેતાં મુનાફભાઇ હારૂનભાઇ કાથાવાલા (ઉ.વ.૪૮) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તે એક બહેન બે ભાઇમાં નાના હતાં. લાંબા સમયથી બિમાર હોવાનું સગાએ કહ્યું હતું. બનાવ અંગે થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી.
ત્રીજા બનાવમાં ગોકુલધામ પાછળ આંબેડકરનગર-૧માં રહેતાં નાજાભાઇ મગનભાઇ વકાતર (ઉ.વ.૫૭) રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બિમારી હોવાનું સગાએ કહ્યું હતું. તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
ચોથા બનાવમાં ત્રંબા નજીક ઢાંઢીયા ગામે રહેતાં મુકેશભાઇ પ્રેમજીભાઇ ઓળકીયા (ઉ.વ.૪૫) રાતે અગીયારેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેમને બિમારી હોવાનું જણાવાયું હતું. બનાવ અંગે આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(2:05 PM IST)










