તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
આહિર સમાજે અન્યને રાહ દેખાડે તેવું કામ કરી બતાવ્યું, આ પ્રકલ્પને સાર્થક કરવા વડીલોની સમજદારીઃપૂનમબેન માડમ
રાજકોટમાં હરીપર પાળ ખાતે આહીર સમાજની વાડીનું ખાતમુહુર્ત : મુળુભાઇ બેરા, ઉદય કાનગડ, ગવાનાભઈ બારડ, અંબરીશ ડેર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સમારોહ સંપન્ન

રાજકોટઃ શહેરમાં આહીર સમાજની વાડીનું સપનું સાકાર થઇ રહ્યું છે. તાજેતરમાં હરીપર પાળ ખાતે આહીર સેવા સમાજ ભવનનું ખાતમુહુર્ત ગણમાન્ય નેતાઓ, આહીર સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં આહીર જ્ઞાતિબંધુઓની ઉપસ્થિતિમાં ભવ્ય સમારંભમાં કરવામાં આવ્યું. જ્ઞાતિ અને સમાજની વાડીઓમાં અનોખી ભાત પાડે અને અલગ તારી આવે એવો અત્યાધુનિક આહીર સેવા સમાજ હરીપર પાળ ખાતે દોઢ એકર જમીન પર સાકાર થઇ રહ્યો છે. આ સંકુલમાં બે વિશાળ અને અદ્યતન બેન્કવેટ હોલ, રૂમ્સ અને બે હજાર ચોરસ મીટરની અલ્ટ્રામોર્ડન પાર્ટી લોન બનવવામાં આવશે.
અદ્યતન રિસોર્ટ જેવી ફિલ આપનાર આ સંકુલના ખાતમુહુર્તમાં જામનગરનાં સાંસદ પૂનમબેન માડમ, રાજકોટના ભામાશા એવા આહીર શ્રેષ્ઠી વેજાભાઈ રાવલીયા, પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, રાજકોટના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, ગુજરાત મેરીટાઈમ બોર્ડના ચેરમેન અમ્બરીશભાઈ ડેર, પૂર્વ ધારાસભ્ય મેરામણભાઈ ઘીવાળા, સામાજિક અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસના નેતા ભીખુભાઈ વારોતરીયા, પૂર્વ મંત્રી ડો. રણમલભાઈ વારોતરીયા, રાજકોટના પૂર્વ મેયર અશોકભાઈ ડાંગર, સામાજિક અગ્રણી લાભુભાઈ ખીમાણીયા, સામાજિક અગ્રણી ઘનશ્યામભાઈ હેરભા, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નાગદાનભાઈ ચાવડા, જામનગરના પૂર્વ મેયર પ્રવીણભાઈ માડમ, અમરેલી આહીર બોડશ્નગના પ્રમુખ જીતુભાઈ ડેર, જામનગરના એડવોકેટ વી. એચ. કનારા, જુનાગઢના સામાજિક અગ્રણી માલદેભાઈ મારુ, પોરબંદરના સામાજિક અગ્રણી લક્ષ્મણભાઈ વસરા, રાજકોટ શહેર ભાજપ ઉપાધ્યક્ષ પરિમલભાઈ પરડવા. સહકારી આગેવાન ભાનુભાઈ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ પૂનમબેન, પૂર્વ મંત્રી મુળુભાઈ, ધારસભ્ય ઉદયભાઈ, વેજાભાઈ રાવલીયા, કેતનભાઈ રાવલીયા, નમ્રતાબેન રાવલીયા વગેરેના હસ્તે પવિત્ર વૈદિક મંત્રોચ્ચાર સાથે અહીર સમાજના ભવનનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
સાંસદ પૂનમબેન માડમે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં આહીર સમાજની વાડીનું નિર્માણ ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખનાર છે. આહીર સમાજના સંપ અને એકતાની પ્રસંશા કરતા તેમણે જણાવ્યું હતું કે રાજકોટના અહિર સમાજે અન્યને રાહ દેખાડે તેવું કામ કરી બતાવ્યું છે. આ પ્રકલ્પ સાકાર થઇ રહ્યો છે તેની પાછળ ત્રણ દાયકા પહેલા વિચારબીજ રોપનાર વડીલોની સમજદારી છે તેમ કહીને તેમણે પૂર્વસૂરીઓના પ્રયાસોને યાદ કર્યા હતા. સમાજ જયારે ઝડપભેર પ્રગતિ કરી રહ્યો છે ત્યારે આહીર સમાજના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સંકુલ અને ટ્રેનિગ સેન્ટરની જરૂરિયાત પર ભાર મુક્ત પૂનમબેને રાજકોટમાં ચાલતા કૃષ્ણ ફાઉન્ડેશનના વખાણ કરતાંકહ્યું હતું કે રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને અહીં શૈક્ષણિક સુવિધાઓ બને તેટલી ત્વરિત ઉભી થવી જોઈએ. સમાજના કામમાં હર હમેશ સહયોગ આપવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવીને તેમણે મુખ્ય દાતા વેજાભાઈ રાવલીયા, આહીર સેવા સમાજના પ્રમુખ ગીરીશભાઈ ગોરિયા, કાનાભાઈ બાંટવા અને ટીમને બિરદાવી હતી.
આ પ્રસંગે બોલતા પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાએ રાજકોટ આહીર સમાજના પ્રયાસોને વધાવતાં જણાવ્યું હતું કે અહીં ઉપસ્થિત અગ્રણીઓ અને ઉમટી પડેલા ભાઈ બહેનો આહીર સમાજની તાકાતના પ્રતીકરૂપ છે. રાજકોટ આહીર સમાજ દ્વારા થઇ રહેલો આ પ્રયાસ સ્તૃત્ય છે અને તે અન્ય માટે માર્ગદર્શક બની રહેશે.
રાજકોટના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે પોતાની લાક્ષણિક શૈલીમાં જોમદાર વકતવ્ય આપ્યું હતું અને આહીર સમાજની એકતાનો સંદેશો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આવા શૈક્ષણિક સંકુલો જ સમાજનું ઉત્થાન કરી શકે. પરંપરાઓને જાળવીને આગળ વધી રહેલા આહીર સમાજે રૂડું કાર્ય ઉપાડ્યું છે તેને ભગવાન દ્વારકાધિશ ટેકો આપશે. ઉદય ભાઈએ સમગ્ર ટીમને અભિનંદન આપીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
આહીર સેવા સમાજ રાજકોટના મુખ્ય દાતા વેજાભાઈ રાવલીયાએ પોતાના સંઘર્ષને વર્ણવીને જીવનમાં સફળતા મેળવવાના સોનેરી મંત્રો ઉપસ્થિતોને આપ્યા હતા અને પોતાના જીવનમાં સમાજના યોગદાનને બિરદાવ્યું હતું.
આહીર સેવા સમાજ રાજકોટના પ્રમુખ ગીરીશભાઈ ગોરિયાએ છેક ૧૯૯૭થી થયેલા સમાજ વાડી બનાવવાના પ્રયત્નોની રૂપરેખા આપી હતી અને સમાજના આગેવાનોએ ક્યારે ક્યારે અને કઈ રીતે આ સાપની સાકાર કરવા માટે મહેનત કરી હતી તેની વિગતવાર માહિતી તેમણે આપો હતી. સમગ્ર પ્રકલ્પ વિશેની વિશાળ માહિતી આપી હતી.
જાણીતા લેખક, તંત્રી તથા ક્રિશ્ના ફાઉન્ડેશનના પ્રમુખ કાનાભાઈ બાંટવાએ સર્વ મહેમાનોનું સ્વાગત કરતાં સમાજના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓની આવશ્યકતા પર ભાર મુક્યો હતો અને ફાઉન્ડેશનની સિદ્ધિઓ વર્ણવી હતી. માત્ર એક દશકામાં અઢી હજારથી વધુ યુવાનોને સરકારી નોકરીમાં લગાવવાનું ભગીરથ કાર્ય કરનાર ક્રિશ્ના ફાઉન્ડેશનની ભવિષ્યની યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો.
સમારોહમાં આહીર સેવાસમાજ, રાજકોટને મૂર્તિમંત કરવા માટે થયેલા પ્રયાસોને દર્શાવતી એક એઆઇ ફિલ્મ ખાતમુહુર્ત સમારોહમાં પ્રસ્તુત કરવામાં આવી હતી જેનું લેખન કાનાભાઈ બાંટવા અને ગ્રાફિક નરેન્દ્ર પીઠીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું રસાળ શૈલીમાં સુચારુ સંચાલન એડવોકેટ આર.એમ વારોતરીયએ કર્યું હતું. સમારંભને સફળ બનાવવા માટે પાલાભાઇ નંદાણીયા, છગનભાઇ વરુ, કાનાભાઇ રામ, સામતભાઈ બોરખતરીયા, કમલેશભાઈ વરુ, સુરજભાઇડેર, રાણાભાઇ ગોજીયા, રામભાઇ ડેર, સુરેશભાઇ પીઠીયા, યોગેશભાઇ જોગલ, ધાનાભાઇ રામ, દેવશીભાઇ નંદાણીયા , મનસુખભાઈ કાંબલીયા, કેસુરભાઇ વોરોતરીયા, કરસંનભાઇ નંદાણીયા, દુદાભાઇ ભાટીયા, જીતુભાઇ કચોટ, નારંણભાઇ ડાંગર, ધર્મેદભાઇ વારોતરીયા વગેરે ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી
(2:08 PM IST)










