<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

શ્રી મોઢ વણિક મિત્ર મંડળ રાજકોટ દ્વારા નુતન વર્ષ- સ્‍નેહમિલન કાર્યક્રમ સંપન્‍ન

રાજકોટઃ શ્રી મોઢ વણિક મિત્ર મંડળના કરાઓકે પર ગીત-સંગીત, ગેટ-ટુ-ગેધર સાથે સ્‍નેહ મિલન સાથે ત્રિવિધ કાર્યક્રમમાં પરસ્‍પર એકબીજાને નવા વર્ષની શુભેચ્‍છા પાઠવેલ સાથે કરાઓકે ઉપર ગીત ગાઈ ગીત સંગીતની મહેફીલ જમાવેલ. યુવક-યુવતિઓએ ડાંડીયા રાસની મોજ કરાવેલ. કાર્યક્રમને યશસ્‍વી બનાવવામાં પ્રમુખ બનાવવામાં પ્રમુખ પ્રનંદભાઈ કલ્‍યાણી, ટ્રેઝરર હિરેનભાઈ કલ્‍યાણી, કાર્યક્રમ સમિતિના સભ્‍ય મનિષભાઈ પટેલ, ગોપીભાઈ પટેલ, ધર્મેશભાઈ જીવાણી, પ્રકાશભાઈ કલ્‍યાણી, દિપકભાઈ કલ્‍યાણી, સંજયભાઈ ગાંધી, મનોજભાઈ અંબાણી, ધર્મેશભાઈ કલ્‍યાણી, પ્રકાશભાઈ ગાંગડીયા, સાગરભાઈ પટેલ, મોહિતભાઈ રાઠોડ, પ્રશાંતભાઈ ગાંગડીયા, વિશાલભાઈ ભાડલીયાએ સેવા આપેલ. તેમ પ્રચારપ્રસાર સેવા અશ્‍વિનભાઈ પટેલએ પુરી પાડેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.(મો.૯૮૨૫૨ ૮૯૧૪૨)

(3:45 PM IST)