<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

અયોધ્‍યા ચોક પાસે કાર ચાલકે બાઇકને ઉલાળતા યુવાનને ઇજા

યુવાનના ભાઇની ગાંધીગ્રામ પોલીસમાં કારચાલક વિરૂધ્‍ધ ફરિયાદ

રાજકોટ, તા. રરઃ દોઢસો ફુટ રીંગ રોડ પર અયોધ્‍યા ચોક પાસે અજાણી કારના ચાલકે બાઇકને ઉલાળતા યુવાનને કમરના ભાગે ફેકચર જેવી ઇજા થતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ માધાપર ચોકડી પાસે દ્વારકા ોરાઇસ એસ.ટી. બસ સ્‍ટેન્‍ડની પાછળ યોગી એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૪૦ર માં રહેતો જીતેન્‍દ્ર નૈમિશભાઇ મહેતા (ઉ.વ. રર) ગઇ તા. ૧૧/૧૦ ના રોજ સામાન લેવા માટે ઘરેથી બાઇક લઇને નીકળ્‍યો હતો. ત્‍યારે દોઢસો ફુટ રોડ અયોધ્‍યા ચોક ૫ાસે પહોંચતા એક અજાણી ફોરવ્‍હીલના ચાલકે બાઇકને ઉલાળતા બાઇક સવાર યુવાર ફંગોળાઇ જતા તેને કમ્‍મરના ભાગે ફેકચર જેવી ઇજા થઇ હતી. બાદ તેને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

આ બનાવ અંગે ઇજાગ્રસ્‍ત યુવાનના ભાઇ આશિષ મહેતાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં અજાણી ફોર વ્‍હીલના ચાલક વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી છે.

(3:51 PM IST)