<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

રાજસ્‍થાની ભાઇઓને છરીની અણીએ લૂંટી લેનારા દિવ્‍યેશ ઉર્ફ મેગી અને વિશાલ ઉર્ફ વિક્કી ઝડપાયા

આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ એસ. વી. ગોહિલ, એએસઆઇ હારૂનભાઇ ચાનીયા, કિશનભાઇ આહિર, રવિભાઇ વાંક અને ટીમની કામગીરી

રાજકોટઃ શહેરના સામા કાંઠે રહેતાં અને ફર્નિચર કામની મજૂરી કરતાં ત્રણ રાજસ્‍થાની ભાઇઓ રિક્ષામાં બેસી ગોંડલ રોડ ચોકડીએ જતાં હતાં ત્‍યારે રિક્ષાચાલક સહિત બે જણાએ રિક્ષા ભીચરીની વીડીમા લઇ જઇ છરી બતાવી ત્રણ મોબાઇલ ફોન રૂપિયા ૫૫ હજારના લૂંટી લીધા હતાં. આ ગુનાનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલી દિવ્‍યેશ ઉર્ફ મેગી સવજીભાઇ મકવાણા-દેવીપૂજક (ઉ.વ.૨૨-રહે. ગોંડલ હાઇસ્‍કૂલ નંબર-૩૧ની શેરી) તથા તેના સાગ્રીત વિશાલ ઉર્ફ વિક્કી ચમનભાઇ પરમાર-દેવીપૂજક (ઉ.વ.૨૫-રહે. કુબલીયાપરા-૫, મહાકાળી પાન સામે)ને પકડી લઇ ૬૦ હજારની રિક્ષા જીજે૨૭ટીબી-૭૨૧૯ તથા ત્રણ અલગ અલગ મોબાઇલ ફોન કબ્‍જે કર્યા છે. આ ગુનો કુવાડવા પોલીસની હદનો હોઇ આરોપી, મુદ્દામાલ ત્‍યાં સોંપાયા છે. વિશાલ ઉર્ફ વિક્કી  અગાઉ ભક્‍તિનગર, આજીડેમ, માલવીયાનગર પોલીસમાં દારૂ સીહતના ત્રણ ગુનામાં પકડાયો હતો. ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ એસ. વી. ગોહિલ, એએસઆઇ હારૂનભાઇ ચાનીયા, રવિભાઇ વાંક, કિશનભાઇ આહિર, હેડકોન્‍સ. પિયુષભાઇ ચીરોડીયા, હરપાલસિંહ જાડેજા, સંજયભાઇ બારોટ, દેવાંગભાઇ પાલ, ભરતભાઇ જોગીયા, કોન્‍સ. વિરેન્‍દ્રસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ, દિવ્‍યરાજસિંહ જાડેજા, દેવાભાઇ ધરજીયા, ગોપાલભાઇ બોળીયા, વિશ્વરાજસિંહ પરમાર કોન્‍સ. ધારાભાઇ મેઘાણીએ આ કામગીરી કરી હતી. 

(3:19 PM IST)