તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
સીડીએસએલે વિદ્યાર્થીઓને આમંત્રિત કરતી આઇડિયાથોનનો પ્રારંભ કર્યો

રાજકોટ, તા. રરઃ એશિયાની સૌપ્રથમ લિસ્ટેડ ડિપોઝીટરી અને ૧૬.૭ કરોડથી વધુ ડિમેટ ખાતાની વિશ્વસનીય કસ્ટોડિયન સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીઝ (ઈન્ડિયા) લિમિટેડે (“CDSL”) તેની સૌપ્રથમ આઇડિયાથોન લોન્ચ કરી છે, જે વિદ્યાર્થીઓ માટેની એક ઇનોવેટિવ ચેલેન્જ છે. રિઇમેજિન આઇડિયાથોન સીડીએસએલની વાર્ષિક રિઇમેજિન સિમ્પોઝિયમની ફલેગશિપ ત્રીજી એડિશન હેઠળની પહેલ છે. આઇડિયાથોનનો ઉદ્દેશ્ય નવીન વિચારસરણી ધરાવતા યુવાઓને એવા સોલ્યુશન્સ ડિઝાઇન કરવા માટે જોડવાનો છે જે ભારત જે પ્રકારે શીખે છે, રોકાણ કરે છે અને વિકાસ કરે છે તેમાં પરિવર્તન લાવી શકે જેથી બજાર ભાગીદારીને વધુ જવાબદાર અને સમાવેશક બનાવી શકાય. ડિપોઝિટરી ઇકોસિસ્ટમ ૨૧ કરોડથી વધુ રોકાણકારોના ડીમેટ ખાતાઓની સંપત્તિને સુરક્ષિત કરે છે. સિકયોરિટીઝ માર્કેટમાં ભાગીદારીને વધુ ગાઢ બનાવવામાં અને નાગરિકોને આ વળદ્ધિની વાર્તાનો લાભ લેતા અટકાવતા અવરોધોને વ્યૂહાત્મક રીતે દૂર કરવાની વિશાળ સંભાવના રહેલી છે. તેમ સીડીએસએસના એમ.ડી. અને સી.ઇ.ઓ. નેહલ વોરાએ જણાવ્યું છે.
(3:50 PM IST)










