તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
માતાજીના માંડવામાં ૬ બોકડાની બલીઃ ૯ બચાવી લેવાયા
ગ્રીનલેન્ડ ચોકડી અને આજીડેમ ચોકડી વચ્ચેના પીટીસી ગ્રાઉન્ડમાં થયું હતું માંડવાનું આયોજનઃ જીવદયા ફાઉન્ડેશનની ટીમનો પોલીસને સાથે રાખી મધરાતે દરોડો : જીવદયા ફાઉન્ડર કેતન સંઘવી, રેખા સાગરકા સહિતની ટીમને બાતમી મળી હતીઃ ચોૈહાણ પરિવારનો બાળક સતત માંદો રહેતો હોઇ તે સાજો થઇ જાય પછી પંદર પશુઓની બલી ચડાવવાની માનતા રખાઇ હતીઃ કેતન સંઘવીની ફરિયાદ પરથી થોરાળા પોલીસે રાહુલ ચોૈહાણ, અરવિંદ ચોૈહાણ અને પ્રતાપ ચોૈહાણ સામે ગુનો નોંધ્યો

શ્રી વિહત માતાજીના માંડવામાં માનતા ઉતારવાના નામે અંધશ્રધ્ધામાં આવીજઇ ૬ બોકડાની બલી ચડાવવામાં આવતાં ચકચાર મચી ગઇ છે. પીટીસી ગ્રાઉન્ડમાં જીવદયા ફાઉન્ડેશની ટીમે પોલીસને સાથે રાખી મધરાતે દરોડો પાડયો હતો. અહિ ૬ પશુની બલી ચડાવી દેવામાં આવી હતી, બાકીના ૯ના જીવ બચાવી લેવાયા હતાં. જે તસ્વીરોમાં જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા) (૧૪.૮)
રાજકોટ તા. ૨૪: શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડીથી આજીડેમ ચોકડી તરફના રસ્તે આવેલા પીટીસી ગ્રાઉન્ડમાં ઝુપડા બાંધીને રહેતાં પરિવારો દ્વારા માતાજીના માંડવામાં પશુ બલી ચડાવવામાં આવી રહી છે તેવી ચોક્કસ માહિતીને આધારે જીવરક્ષા ફાઉન્ડેશનની ટીમ પોલીસ કાફલા સાથે મધરાતે પહોંચી જતાં ૯ પશુની બલી ચડતી અટકાવી જીવ બચાવી લીધો હતો. જો કે આ પહેલા ૬ પશુની બલી ચડી ચુકી હતી. માતાજીના માંડવાના નામે બલી ચડાવનારા ત્રણ શખ્સો ભાગી ગયા હતાં. આ મામલે જીવદયા ફાઉન્ડેશન દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ કરવામાં આવી છે. ઘટના સ્થળેથી બલી ચડાવી દેવાઇ હોઇ તેના પુરાવા રૂપે પશુ માંસ તથા જીવતા પશુ મળી આવ્યા હતાં.
જાણવા મળ્યા મુજબ શહેરના ગ્રીનલેન્ડ ચોકડીથી આજીડેમ ચોકડી વચ્ચે આવેલા પીટીસી ગ્રાઉન્ડ પાસે ચૌહાણ પરિવાર દ્વારા વિસત માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માંડવામાં પશુની બલી ચડાવવામાં આવી રહ્યાનીં જીવદયા ફાઉન્ડેશનના કેતન સંઘવી સહિતને જાણ થઇ હતી. આથી તેણે તુરત જ પોતાની ટીમ એકઠી કરી હતી અને પોલીસન ેજાણ કરતાં પાંચ પીસીઆર અને અન્ય ૨૦ જેટલા પોલીસના સ્ટાફને સાથે રાખી માતાજીના માંડવાના સ્થળે રાતે ત્રણ વાગ્યે પહોંચી તપાસ કરતાં હકિકત સાચી ઠરી હતી. પોલીસ કાફલાને અને જીવદયાની ટીમને જોતાં જ માંડવાના આયોજકો સહિતના નાસી ગયા હતાં.
પોલીસ અને જીવદયા પ્રેમીઓની ટીમે તપાસ કરતાં અહિ માતાજીના માંડવાના નામે છ પશુની બલી ચડાવી દેવામાં આવી હોઇ તેના અવશેષો પુરાવા રૂપે કબ્જે કરવા તજવીજ કરી હતી. બાકીના ૯ પશુને પોલીસ અને જીવદયાની ટીમે બચાવી લીધા હતાં. જો દસ પંદર મીનીટ પછી ટીમો પહોંચી હોત તો આ ૯ પશુની પણ બલી ચડી ગઇ હોતો તેમ જીવદયા ટીમે કહ્યું હતું.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચૌહાણ પરિવાર દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયોજક તરીકે અરવિંદ ચૌહાણ, રાહુલ ચૌહાણ અને પરબત ચૌહાણ હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ આ માંડવામાં બલી ચડાવવા માટે કુલ ૧૫ પશુ લાવવામાં આવ્યા હતાં. જેમાંથી ૬ની બલી ચડી ચુકી હતી અને ૯ને બચાવી લેવાયા હતાં. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવવા તજવીજ કરવામાં આવી હતી.
એવુ પણ જાણવા મળ્યું છે કે ચૌહાણ પરિવારનો એક પુત્ર સતત બીમાર રહેતો હોઇ તે સાજો થઇ જાય એટલે માતાજીના માંડવામાં પશુ બલી ચડાવવામાં આવશે તેવી માનતા પરિવારના કોઇ સદસ્યએ રાખી હતી. આ માનતા પુરી કરવા માટે પશુ બલી ચડાવાઇ હતી. એઆઇઅના યુગમાં પણ લોકો હજુ અંધશ્રધ્ધામાં રાચતાં હોય છે તે વાત અહિ પ્રતીત થઇ છે. આ કાર્યવાહીમાં જીવરક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટના કેતન સંઘવી, નીલ મહેતા, રેખાબેન સાગરકા, હેતલ કોઠારી, વિશાલ ગાંધી, મનોજ રાઠોડ, મહાવીર જૈન, રાકેશ પટેલ, રાજ પટેલ, ભાવીન પટેલ સહિતના જોડાયા હતાં. પોલીસનો તેમને પુરતો સહકાર મળ્યો હતો તેમ જણાવાયું છે.
આ બનાવમાં થોરાળા પોલીસે યુનિવર્સિટી રોડ મુંજકા ગેઇટ સોનલ એપાર્ટમેન્ટ ૩૦૨માં રહેતાં જીવરક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ કેતન રમેશભાઇ સંઘવી (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી પીટીસી દિવાલ પાછળ ઝૂપડામાં રહેતાં રાહુલ ચોહાણ, અરવિંદ ચોહાણ અને પ્રતાપ ચોૈહાણ વિરૂધ્ધ પશુ સંરક્ષણ અધિનીયમની કલમો હેઠળ અંધશ્રધ્ધાના નામે તિક્ષ્ણ હથીયાર વડે ૬ પશુ-બકરાની બલી ચડાવવાનો ગુનો નોંધ્યો છે.
પોલીસ અને જીવદયા પ્રેમીઓએ સંયુક્ત રીતે માંડવા ખાતે તપાસ કરતા શરણીયા જ્ઞાતિના લોકોએ પહેલા તો માત્ર માંડવો હોવાનું રટણ કર્યું હતું. પરંતુ માંડવાની પાછળના ભાગે તપાસ કરતા જમીન પર તાડપત્રી નીચે ૬ બોકડા-પશુઓના માથા કાપેલી હાલતમાં મળી આવ્યા હતા. આ ઉપરાંત એક તપેલામાં પશુઓનું રાંધેલું માંસ અને નજીકમાં લોહીથી ખરડાયેલી છરીઓ પણ મળી આવી હતી. સદનસીબે, ત્યાં બાંધી રાખેલા અન્ય ૯ પશુ બોકડા-બકરાઓને બચાવી લેવાયા હતાં. પીઆઇ જી. એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ એન. આર. ડોબરીયા અને ટીમે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૭)
(3:02 PM IST)










