તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
રાજકોટ શહેર-જીલ્લામાં ર૪ લાખ મતદારોમાંથી ૧૩ લાખ મતદારોના ફોર્મ આવી ગયાઃ પ૭ ટકા કામગીરી
જસદણમાં સૌથી વધુ ૮૧ ટકા તો સૌથી ઓછી રાજકોટ પૂર્વમાં ૪૭ ટકા કામગીરી

રાજકોટ તા. ર૪ :.. હાલ રાજકોટ જીલ્લા ચૂંટણી તંત્ર મતદાર યાદી ચેકીંગ અર્થે એસઆઇઆર. કામગીરી ચાલી રહી છે, શનિ-રવિ બૂથ ઉપર ખાસ ઝૂંબેશ થઇ હતી.
જીલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓના ઉમેર્યા પ્રમાણે, શહેર-જીલ્લામાં કુલ ર૩ લાખ ૯૧ હજારથી વધુ મતદારો નોંધાયેલા છે, જેમાંથી ૧૩ લાખ ૬૪ હજારથી વધુના ફોર્મ પરત આવી ગયા છે, કામગીરીએ સ્પીડ પકડી છે, શહેર -જીલ્લામાં પ૭ ટકા, કામગીરી નોંધાઇ છે.
શહેર-જીલ્લાની કુલ ૮ વિધાનસભા બેઠકમાં સૌથી શ્રેષ્ઠ જસદણ પંથકમાં ૮૧.રર ટકા તો સૌથી ઓછી રાજકોટ પૂર્વમાં ૪૬.૮પ ટકા કામ થયું છે.
અન્ય વિધાનસભા ક્ષેત્ર જોઇએ તો રાજકોટ વેસ્ટ ૪૮.૪૯ ટકા, રાજકોટ સાઉથ ૪૮.૬૧, રાજકોટ રૂરલ પ૪.રપ, ગોંડલ ૬પ.૧૦, જેતપુર, પ૬.૦ર, અને ધોરાજી બેઠકમાં ૬ર.૬૦, ટકા ફોર્મ ભરાઇને પરત આવ્યા છે.
અધિકારીઓએ જણાવેલ કે રાજકોટ પૂર્વમાં ૧ લાખ ૪૪ હજાર, પヘમિમાં ૧ લાખ ૭૭ હજાર, સાઉથમાં ૧ લાખ ર૬ હજાર, રૂરલમાં-ર લાખ ૧૬ હજાર, જસદણ-ર લાખ ૧૮ હજાર, ગોંડલ-૧ લાખ પ૩ હજાર, જેતપુર ૧ લાખ પ૭ હજાર તથા, ધોરાજી બેઠક ઉપર ૧ લાખ ૬૯ હજાર મતદારોએ ફોર્મ ભરી દીધા છે.
(3:03 PM IST)










