<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

આજથી ૫૨૩ દિવસમાં શુભવિવાહના ફક્‍ત ૮૮ જ મુહૂર્ત !

૩૧ ઓક્‍ટો.૨૦૨૬થી ૨૫ જાન્‍યુ.૨૦૨૭ વચ્‍ચે ગુરૂ સિંહ રાશિમાં હોવાથી મુહૂર્ત નથી મુહૂર્ત પ્રમાણે તિથિવાર નક્ષત્ર લાગુ ન પડે તો વસંત પંચમીએ પણ લગ્ન થઈ શકે નહીં

જ્‍યોતિશાષા મુજબ લગ્ન સહિત કોઈ પણ શુભ કાર્ય ચોક્કસ મુહૂતમાં થાય તે જરૂરી છે. જ્‍યોતિચાર્યે જણાવ્‍યા અનુસાર નવે.-ડિસેમ્‍બર ૨૦૨૫થી ૨૦૨૬ અને એપ્રિલ ૨૦૨૭ સુધી લગ્નના માત્ર ૮૮ ૪ શુભ મુહૂર્ત છે.

એમ.એસ.યુનિ.ના બરોડા સંસ્‍કૃત મહાવિદ્યાલયના જ્‍યોતિચાર્ય ડો. ચેતન પંડયાએ જણાવ્‍યું હતું કે, ૨૦૨૫ના નવેમ્‍બર અને ડિસેમ્‍બરમાં લગ્નના સાત જ મુહૂર્ત છે. ૧૨ ડિસે. થી રવિવાર ૧ ફેબ્રુ. ૨૦૨૬ સુધી શુક્ર લોપને કારણે લગ્ન કરી શકાય નહીં. જેથી ૨૦૨૬ જાન્‍યુઆરીમાં લગ્નના મુહૂર્ત નથી. ૨૩મીએ વસંત પંચમી લગ્ન માટે હોય તે જરૂર નથી. આ દિવસે મુહૂર્ત પ્રમાણે તિથિવાર નક્ષત્ર લાગુ ન પડતા હોય તો લગ્ન કરી શકાય નહીં. ૨૦૨૬માં હોળાષ્ટક ૨૩ ફેબ્રુ.થી રથી માર્ચ સુધી રહેશે. તા.૧૪ માર્ચની રાતે ૧ કલાક ૩ મિનિટે સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ થશે. બાલબોધ જ્‍યોતિષ ગ્રંથ મુજબ, મહીસાગરથી નર્મદા નદીનો વચ્‍ચેના તેમજ સમુદ્ર કિનારાના વિસ્‍તારને ધનાર્ક અને મીનાર્કનો દોષ લાગતો નથી. જેથી પંચાગમાં તા.૧૫ અને ૧૬ માર્ચના લગ્નના મુહૂર્ત આપ્‍યા છે.

૨૦૨૬માં તા.૧૭ મેથી અધિક માસ શરૂ થશે અને ૧૫ જૂન સુધી રહેશે. અધિક માસમાં માંગલિક તેમજ સંસ્‍કાર કાર્ય વર્જિત છે. અધિકમાં દાન, પૂણ્‍ય અને જપનો મહિમા છે. બીજી તરફ, ૨૫ જુલાઈએ દેવપોઢી એકાદશી છે. જે બાદ કમુરતા શરૂ થતાં કારણે લગ્ન શઈ શકશે નહીં. તા.૩૧ ઓક્‍ટોબર ૨૦૨૬ના રોજ બપોરે ૧૨ કલાકે ૨ મિનિટથી તા.૨૫ જાન્‍યુ. ૨૦૨૭ના રોજ સવારે ૧ કલાકે ૩૩ મિનિટ સુધી ગુરુ સિહ રાશિમાં રહેશે. ત્‍યારબાદ ગુરુ વકી થઈ કર્ક રાશિમાં પ્રવેશ કરશે માટે ૨૦૨૬ના નવેમ્‍બરથી ૨૦૨૭ની તા.૨૫ જાન્‍યુ. સુધી લગ્નના મુહૂર્ત નથી.  

સવંત ૨૦૮૩ અને ૨૦૮૪માં ગુરુ સિહ રાશિમાં ત્રણ વાર પ્રવેશ કરશે

સવંત ૨૦૮૩ અને ૨૦૮૪માં ગુરુ સિહ રાશિમાં ત્રણ વાર પ્રવેશ કરશે. ગુરુની ગતિ વકી અને માર્ગી થવાને કારણે ત્રણ વાર સિહ રાશિમાં અવર-જવર થશે. સિહસ્‍થ ગુરુમાં ૧૬ સંસ્‍કારોમાંથી કર્ણ વેધ, શૌલ કર્મ (બાબરી), યજ્ઞ પવિત (જનોઈ), વિવાહ, દેવ યાત્રા, વ્રત, ઘર બાંધવું, દેવ પ્રતિષ્ઠા અને સન્‍યાસ લેવા જેવા કર્મ ન કરવા જોઇએ. સિહસ્‍થ ગુરુનો સંપૂર્ણ કાળ તજ્‍ય કરવો જોઇએ. કેટલાક આયાર્યનો મતે મઘા નક્ષત્રના ચાર ચરણ અને પૂર્વા ફાલ્‍ગુની નક્ષત્રના પ્રથમ ચરણમાં માંગલિક કાર્ય સિહસ્‍થ ગુરુમાં તજ્‍ય કરવા જોઈએ.

મુહૂર્ત વગર લગ્ન કરવાથી સામાજિક-આર્થિક સમસ્‍યા આવી શકે છે

લગ્ન સહિતના માંગલિક પ્રસંગો માટે ચોક્કસ મુહૂર્ત આવશ્‍યક છે. નહી તો જીવનમાં સમસ્‍યાઓ આવે. ચિંતા અને મતભેદ થયા કરે. આ ઉપરાંત સામાજિક અને આર્થિક સમસ્‍યાનો સામનો કરવો પડી શકે છે તેવું જ્‍યોતિચાર્યનું કહેવું છે

વર કે કન્‍યામાંથી એકનો જન્‍મ

જેઠમાં હોય તો જ લગ્ન થઈ શકે

૨૦૨૬માં બે જેઠ મહિના આવશે. જૂનમાં નિજ જેઠમાં લગ્નના મુહૂર્ત આપેલા છે. વિશેષ કરી આ મહિનામાં વિવાહ કરનાર વર-વધુનો જન્‍મ જેઠ મહિનામાં થયો હોય તો તેઓ આ મહિનામાં લગ્ન કરી શકે નહી. પરંતુ બે પૈકી કોઈ એકનો જન્‍મ જેઠ મહિનામાં થયો હોય તો તેઓ લગ્ન કરી શકે તેનો ઉલ્‍લેખ મુહૂર્ત માર્તડ ગ્રંથના વિવાહ પ્રકરણમાં છે.

કયા વર્ષની કંઇ તારીખે વિવાહ માટે શુભ મુહૂર્ત ?

ઈ.સ.૨૦૨૫

નવેમ્‍બર - ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૩૦ - ડિસેમ્‍બર- ૨, ૫

ઈ.સ. ૨૦૨૬

ફેબ્રુ-૫. ૬, ૭, ૮, ૧૦, ૧૨, ૧૩, ૨૦, ૨૧, ૨૨, ૨૫, ૨૬    

માર્ચ -૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૪, ૧૫, ૧૬

એપ્રિલ - ૨૧. ૨૭, ૨૮, ૨૯, ૩૦

મે - ૧, ૩. ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૪

જૂન - ૨૩, ૨૪, ૨૬, ૨૭, ૨૯

જુલાઈ - ૧, ૩, ૪, ૭, ૮.૯

ઈ.સ.૨૦૨૭

જાન્‍યુઆરીઃ ૨૬, ૨૭, ૨૮, ૨૯

ફેબ્રુ.: ૨, ૩, ૧૦, ૧૨, ૧૫, ૧૬, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૭, ૨૮

માર્ચ :૧, ૨, ૪, ૯, ૧૦, ૧૧, ૧૪, ૧૫, ૨૦, ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૯,૩૧

એપ્રિલ : ૧, ૨

(3:16 PM IST)