<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

શંખેશ્વરમાં કરાયેલું અઠ્ઠમ તપ જીવનમાં પવિત્રતા, શાંતિ અને મોક્ષમાર્ગની પ્રેરણા આપે છેઃ પૂ. નયશેખર મ.સા.

શંખેશ્વર તીર્થે જહાજ મંદિર એન્‍કરવાલા ધામે ત્રિદિવસીય શ્રી અર્હદ્‌મહાપૂજન

રાજકોટ, તા. ર૪ : શંખેશ્વર તીર્થે જહાજ મંદિર એન્‍કરવાલા ધામે યુગપ્રધાન,દાદા ગુરુદેવ,જૈનાચાર્ય શ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વજી મહારાજાની ૪૭૦ મી પૂણ્‍યતિથિના ઉપલક્ષમાં શ્રી પાર્શ્વચંદ્ર ગચ્‍છ જૈન સંઘ-ચેમ્‍બર,મુંબઇ આયોજીત સામુહિક અઠ્ઠમ તપના પ્રથમ દિવસે શ્રી અર્હદ્‌ મહાપૂજન યોજાયેલ.

 પૂજન અંતર્ગત મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબ એ જણાવેલકે બધા જ વિઘ્‍નોને દૂર કરનારું અને મનવાંચ્‍છિત તત્‍વોને પૂર્ણ કરનારું એવું મહાપૂજન એટલે શ્રી અર્હદ્‌ મહાપૂજન.મહાપ્રભાવિક સર્વ વિઘ્‍નહર ત્રિ દિવસીય ૅશ્રી અર્હદ્‌ મહાપૂજન અરિહંત પરમાત્‍માની ઉત્‍કળષ્ટ ભક્‍તિ સ્‍વરૂપ મહાપૂજન એટલે ૅશ્રી અર્હદ્‌ મહાપૂજનૅ આ પૂજન ત્રણ દિવસ ચાલે છે.

જેમાં ૨૫ કુસુમાંજલી દ્વારા ભગવાનની ઉત્‍કળષ્ટ ભક્‍તિ થાય છે.જેમાં બધા જ સમ્‍યકદ્રષ્ટિ દેવતાઓનું હોમ દ્વારા આહ્વાન થાય છે. પ્રથમ દિવસ-શ્રી આદિનાથ અને શ્રી શાંતિનાથ દાદાની સ્‍થાપના,શ્રી કુંભસ્‍થાપના,અખંડ દિપક સ્‍થાપના, જિનાર્ચન વિધિ-૧,જિનાર્ચન વિધિ-૨, પરમાત્‍માનો ષડરસ ભોજનથાળ,ગ્રહદિક દેવોને ષડરસ ભોજનથાળ,સાત દીવાની આરતી-મંગલદીવો,ભગવંતોની પુષ્‍પાંજલી યુક્‍ત વિવિધ પૂજાઓ,વિશિષ્ટ ગંધાદિકના આઠ અભિષેક,દશદિગપાલ નવગ્રહ પાટલા પૂજન,દેવદુષ્‍ય વષા પૂજન પંચોપચાર પૂજા,પરમાત્‍માનો ષડરસ ભોજનથાળ,સાત દીવાની આરતી- મંગળદીવો,પ્રભુજીની વિશિષ્ટ ગુણસ્‍તવના વર્ણવતી વિવિધ ૨૫ કુસુમાંજલી.

બીજા દિવસે-જિનાર્ચન વિધિ-૧, જિનાર્ચન વિધિ-૨,કુસુમાંજલી ષડરસ ભોજનથાળ, સપ્તપીઠ પૂજન,પંચપરમેષ્ઠી પીઠ પૂજન, દશદિગ્‍પાલન પીઠ પૂજન,બાર રાશિ પીઠ પૂજન, અટ્‍ઠાવીસ નક્ષત્ર પીઠ પૂજન, નવગ્રહ પીઠ પૂજન,સોળ વિદ્યાદેવી પીઠ પૂજન,પ્રકીર્ણ દેવ-દેવી પીઠ પૂજન, સાત દીવાની આરતી-મંગલદીવો,ત્રિકોણ હવન કુંડમાં સર્વ પૂજનનોની આહુતિ વિધાન.  જયારે ત્રીજા દિવસે-જિનાર્ચન વિધિ, કુસુમાંજલી,ષડરસ ભોજનથાળ, ભગવાનના વિશિષ્ટ આઠ અભિષેક,શ્રી શાંતિનાથ દાદાનો જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવ,પ્રભુજીના ૧૦૮ જન્‍માભિષેક, પ્રભુજીની અંગવિલેપન પૂજા,વિશિષ્ટ પુષ્‍પ પૂજા,પ્રભુજીની વિશિષ્ટ ફળપૂજા, આભૂષણ પૂજા (મુખ્‍ય),પ્રભુજીની વિશિષ્ટ અક્ષત પૂજા,મંગલ કળશની સ્‍થાપના,સર્વષધિ ધાન્‍ય તાંબલ પૂજા, અષ્ટમંગલ આલેખન,સુવર્ણ મુદ્રિકા પૂજન (મુખ્‍ય),સાત દીવાની આરતી,૧૦૮ દીવાની આરતી મંગળ દીવો,શાંતિકળશ (શાંતિદંડક) યોજાય છે.

(3:18 PM IST)