તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
વાવડી વિસ્તારમાં મનપા ૮ દુકાનો વેંચશે
પુનીતનગરના ટાંકા સામેના રોડ પરની મનસુખભાઇ ટાઉનશીપના શોપીંગ સેન્ટરની દુકાનોની બુધવારે હરરાજીઃ ગ્રાઉન્ડ ફલોરની ર૩.૪૧૦ મી. ૩૬.૯૯૦ ચો. મી.ની. રૂા. ર૦.૮૦ લાખથી ૩ર.૮૦ લાખ સુધીની અપસેટ પ્રાઇઝ

રાજકોટ, તા. ર૪ : મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ શ્રી મનસુખભાઈ છાપીયા ટાઉનશીપના શોપીંગ સેન્ટરની ૦૮ દુકાનોની જાહેર હરરાજી તા.૨૬-૧૧-૨૦૨૫ના રોજ યોજાશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા, પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટિકા પાસે, ટી.પી.૧૫(વાવડી)ના એફ.પી.૧૫/એ-૨૮/એ ખાતે વેસ્ટઝોન પેકેજ-૫ હેઠળ તૈયાર થયેલ મનસુખભાઈ છાપીયા ટાઉનશીપના શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજી કરી વેંચાણથી આપવાની છે. આ જાહેર હરરાજી સામેલ પત્રક મુજબ તા.૨૬ સવારે ૯.૦૦ કલાકે યોજાશે.
હરરાજીમાં ૩૬.૪૦૦ ચો.મી.ના. રૂ.૩૨૩૦૦૦૦, ૩૬.૪૮૦ ચો.મી.ના. રૂ.૩૨૪૦૦૦૦, ૩૬.૪૩૦ ચો.મી.ના. રૂ.૩૨૩૦૦૦૦, ૨૩.૪૧૦ ચો.મી.ના. રૂ.૨૦૮૦૦૦૦, ૨૩.૪૧૦ ચો.મી.ના. રૂ.૨૦૮૦૦૦૦, ૩૬.૪૩૦ ચો.મી.ના. રૂ.૩૨૩૦૦૦૦, ૩૬.૪૮૦ ચો.મી.ના. રૂ.૩૨૪૦૦૦૦ તથા ૩૬.૯૯૦ ચો.મી.ના. રૂ.૩૨૮૦૦૦૦ હરરાજી અંગેના ડીપોઝીટની રકમના ચેક રાજકોટ મહાનગરપાલિકા એસ્ટેટ શાખા, રૂમ નં.૧૦, ત્રીજો માળ, ઢેબરભાઇ રોડ, રાજકોટ ખાતે તા. ૨૫ સુધીમાં ઓફીસ સમય દરમિયાન સ્વીકારવામાં આવશે.
(3:28 PM IST)










