<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

રાજકોટમાં મર્ડર મિસ્ટ્રી કલાકોમાં ઉકેલાઈ: ભગવતીપરાની સ્નેહાબેનને ખુદ પતિ હિતેશે પતાવી દીધી હતી: ક્રાઇમ બ્રાન્ચે ભેદ ખોલ્યો

સતત ક્લેશ કરતી, ગાળો આપતી પતિને જમવા લઈ જવાના બહાને સ્કુટીમાં બેસાડી લઈ જઈ લોખંડના સળિયાથી હત્યા કરી હતી : ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બી.બી. બસિયાની રાહબરીમાં પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવ અને પીએસઆઇ પરમાર, મોવલિયા, ડોડીયા, ગરચર, ચુડાસમાની ટીમોએ ઉકેલ્યો ભેદ

​રાજકોટ: રાજકોટ શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગતરોજ બનેલા સ્નેહાબેન આસોડીયાના મર્ડર કેસનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે. આ કેસમાં હત્યા કરનાર આરોપી બીજું કોઈ નહીં પણ મૃતક સ્નેહાબેનનો પતિ હિતેશ કાંતિલાલ આસોડીયા જ હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઈ છે.

ઘટનાની વિગતો મુજબ તા. ૨૩/૧૧/૨૦૨૫ ના રોજ, ભગવતીપરા મેઈન રોડથી વેલનાથપરા તરફ જતા કાચા રસ્તા પર સ્નેહાબેન ઉર્ફે સેવુ હિતેષભાઈ આસોડીયા (રહે. ભગવતીપરા, કોપર ગ્રીન સીટી)નો મૃતદેહ મળી આવ્યો હતો. કોઈ અજાણ્યા ઈસમે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી તેમની હત્યા કરી હતી. આ બનાવ અંગે રાજકોટ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ ૧૦૩(૧) તથા જી.પી.એકટ કલમ – ૧૩૫ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

મર્ડરના આ અનડિટેક્ટ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને શહેર પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશકુમાર ઝા સાહેબના સીધા આદેશ હેઠળ તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) જગદીશ બાંગરવા  અને મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ભરત બી.બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની વિશેષ ટીમો બનાવવામાં આવી હતી.

ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવ સાહેબના નેતૃત્વ હેઠળની ટીમે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે ઝીણવટભરી તપાસ શરૂ કરી. આ દરમિયાન ખાનગી રાહે મળેલી ચોક્કસ હકીકતના આધારે પોલીસને જાણવા મળ્યું કે આ હત્યામાં મરણજનારના પતિ હિતેશભાઈ કાંતિલાલ આસોડીયાની સંડોવણી છે. બાતમીના આધારે આરોપી હિતેશભાઈ કાંતિલાલ આસોડીયા (લુહાર, ઉ.વ. ૪૫, રહે. ભગવતીપરા, કોપર ગ્રીન સોસાયટી) ને પૂછપરછ માટે ડી.સી.બી. પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ પોતે જ આ ગુનો કર્યાની કબૂલાત આપી હતી.

​આરોપી હિતેશ આસોડીયાની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને રાજકોટ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓએ રાત-દિવસ એક કરીને આ અનડિટેક્ટ ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલીને પોતાની કાર્યક્ષમતાનો ઉત્તમ પરિચય આપ્યો છે. 

ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું કે પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી ક્લેશ ચાલતો હતો. બનાવની સાંજે પત્ની વારેઘડીએ પતિને કારખાને ફોન કરી જમવા લઈ જવાનું કહેતી હતી. છેલ્લે બેફામ ગાળો પણ બોલી હતી. આથી ઉશ્કેરાયેલા પતિએ કારખાનેથી જ સળિયા સાથે આવી જમવા જવાના બહાને પત્નીને ઘટના સ્થળે લઈ જઈ હત્યા કરી હતી. પછી પત્ની ગૂમ થયાનું નાટક કરી બધા સાથે શોધવામાં પણ સાથે હતો. તેના શર્ટ પર અને સ્કુટી પરથી લોહીના ડાઘ મળતા તેના પર શંકા ઉપજી હતી અને ભેદ ખુલ્યો હતો.

પોલીસ ઇન્સ્પેકટર.એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર, તથા સી.એચ.જાદવ. પો.સબ.ઇન્સ. શ્રી.એ.એન.પરમાર, એમ.કે.મોવલીયા, શ્રી.વી.ડી.ડોડીયા, એસ.વી.ચુડાસમા, એ.એસ.ગરચર, એ.એસ.આઇ રણજીતસિંહ પઢારીયા, અશોક કલાલ, હિતેન્દ્રસિંહ ઝાલા, સમીરભાઇ શેખ, વિજયરાજસિંહ જાડેજા, વિજયભાઇ સોઢા, ક્રિપાલસિંહ ઝાલા . કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, જયદેવસિંહ પરમાર, તથા પ્રદિપસિંહ જાડેજા, રાજેશભાઇ જળુ, જયરાજસિંહ કોટીલા, પ્રતીકસિંહ રાઠોડ, કિશનભાઇ પાંભર, દિલીપભાઈ બોરીચા, સંજયભાઇ રૂપાપરા, મોહિલરાજસિંહ ગોહિલ, દિપકભાઇ ચૌહાણ, દિપકભાઇ ડાંગર, કનકસિંહ સોલંકી તથા પો.કો. વિશાલભાઇ દવે, તુલશીભાઇ ચુડાસમાં, સંજયભાઇ ખાખરીયા, પ્રશાંતભાઇ ચુડાસમાં, મહાવીરસિંહ જાડેજા, અરવિંદભાઇ ફતેપરા, કરણભાઇ કોઠીવાલ, મયુરસિંહ જાડેજા, જીલુભાઇ ગરચર, ધર્મેન્દ્રસિંહ રાણા, પોપટભાઇ ગમારા, હરપાલસિંહ જાડેજા દ્વારા સંયુકત કામગીરી કરવામાં આવેલ છે.

(9:42 PM IST)