તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા વિરુદ્ધ આક્ષેપ કરનારને દસ કરોડની માનહાનિની નોટિસ ફટકારાઇ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૫: રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અને ગોંડલ માર્કેટિગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ રાજકોટના મહેશ હીરપરા સામે રૂપિયા દસ કરોડની માનહાનિ ની નોટિસ ફટકારી છે. તેઓએ જણાવ્યું હતું હું મહેશ હીરપરા ને કોઈ પણ રીતે તેમને મળ્યો નથી કે ઓળખતો નથી. માત્ર ને માત્ર મને બદનામ કરવાના ઇરાદા સાથે મારા વિરુદ્ધ અરજી કરેલ છે જેથી મેં મારા એડવોકેટ મારફત બદનક્ષી બદલ ની નોટિસ પાઠવી આ નોટિસ મળ્યે દિવસ ૧૫ માં અલ્પેશભાઈ ઢોલરીયા સામે કરેલ ફરિયાદ અરજી પરત ખેંચી લેવા, લેખિતમાં માફી માંગી લેવા તથા માનસિક આર્થિક સામાજીક વ્યવસાયિક સ્તરે ગંભીર અસર પડેલ હોય જેની પીડા અલ્પેશભાઇ તેમજ તેનો પરિવાર ભોગવી રહેલ હોય તેના નુકસાનીના વળતર પેટે રૂપિયા દસ કરોડ ચૂકવવા તાકીદ કરેલ છે. અલ્પેશભાઇ ઢોલરીયા ના એડવોકેટ તરીકે ગોંડલના શિવલાલ ભંડેરી, નિરંજય ભંડેરી, પ્રજ્ઞા ભંડેરી, રવિરાજ ઠકરાર તેમજ કુલદીપસિહ જાડેજા (કાલમેઘડા) રોકાયેલ છે.
(10:58 AM IST)










